રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનના આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે છેલ્લા 12 દિવસમાં રાજકોટમાં 400 થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઇ રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોર પાદરીયાએ આરોગ્ય વિભાગ અને તેની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનના આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ

રક્ષિત પંડ્યા, રાજકોટ:  રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે છેલ્લા 12 દિવસમાં રાજકોટમાં 400 થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઇ રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કિશોર પાદરીયાએ આરોગ્ય વિભાગ અને તેની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

કિશોર પાદરીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાથી થતા મૃત્યુઆંક છૂપાવવામાં આવી રહ્યા છે અને યોગ્ય ટેસ્ટિંગ પણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી રહ્યું નથી. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પદાધિકારીઓ માહિતી માંગતા હોવા છતાં તેમને પૂરતી માહિતી આપવામાં આવી રહી નથી. સાથે જ જિલ્લામાં ગ્રામ્ય લેવલે હાલમાં પ્રાથમિક શાળાઓ બંધ છે જ્યાં બેડ ની વ્યવસ્થા કરી પ્રાથમિક સારવાર આપી શકાય તે પ્રકાર ની વ્યવસ્થા માટે જિલ્લા કલેકટર ને લેખિત તથા મૌખિક માંગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા એ પણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી આરોગ્ય વિભાગના અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાની ફરિયાદ કરી હતી..

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news