રાજકોટમાં 5 શખ્સો દ્વારા 2 યુવકો પર છરી વડે હુમલો, એકનું મોત

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે 5 જેટલા શખ્સો દ્વારા 2 યુવાકો પર છરી વડે હુમલો કરાતા 1 યુવકનું મોત નીપજ્યું છે.

રાજકોટમાં 5 શખ્સો દ્વારા 2 યુવકો પર છરી વડે હુમલો, એકનું મોત

સત્યમ હંસોરા, રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે 5 જેટલા શખ્સો દ્વારા 2 યુવાકો પર છરી વડે હુમલો કરાતા 1 યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

વધુમાં વાંચો: 

હુમલામાં ભોગ બનનાર કુલદીપ ખવડ અને અભિલવ કાઠી જસદણથી આજે રાજકોટ કામથી આવ્યા હતા. જ્યાં તેઓ ગઇકાલ રાત્રીના સમયે ઇન્દિરા સર્કલ નજીક બરફનો ગોળો ખાવા પહોંચ્યા હતા. તે સમયે જ 5 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. અને બંને યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

જુઓ લાઇવ ટીવી:-

આ ઘટનામાં કુલદીપ ખવડનું મોત નીપજ્યું છે. જ્યારે ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહીતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news