Impact Feature: શું છે જયસુખ ભાઈ પટેલનો 'રણ સરોવર પ્રોજેક્ટ', ગુજરાત સહિત સમગ્ર દેશને જાણો કેવી રીતે ફાયદો થશે?

દરિયાની સપાટીથી 3-4 ફૂટ ઉપર આવેલી આ જમીનમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની લગભગ 113 નદીઓનું પાણી અહીં ભેગું થાય છે અને એક સરોવર સ્વરૂપ તળાવ બને છે. આ સમગ્ર ભૂ-ભાગ અરબી સમુદ્ર સાથે જોડાયેલી હરક્કિયા ક્રીક સાથે જોડાયેલ છે

Impact Feature: શું છે જયસુખ ભાઈ પટેલનો 'રણ સરોવર પ્રોજેક્ટ', ગુજરાત સહિત સમગ્ર દેશને જાણો કેવી રીતે ફાયદો થશે?

નવી દિલ્હીઃ ગુજરાતમાં આવેલું કચ્છનું નાનું રણ, જો કે તે 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી ઉજ્જડ જમીન છે, પરંતુ જો તમે તેને અજંતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ ભાઈ પટેલના દૃષ્ટિકોણથી જોશો તો તમને ખબર પડી જશે કે તેના ઘણા ફાયદા છે. આ ભૂમિના બે સ્વરૂપ આખા વર્ષ દરમિયાન જોવા મળતા હોય છે, એક આ ઉજ્જડ જમીન અને બીજું વરસાદની ઋતુ પછી લગભગ 4-5 મહિના સુધી ભરેલું મીઠા પાણીનું તળાવ..

દરિયાની સપાટીથી 3-4 ફૂટ ઉપર આવેલી આ જમીનમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની લગભગ 113 નદીઓનું પાણી અહીં ભેગું થાય છે અને એક સરોવર સ્વરૂપ તળાવ બને છે. આ સમગ્ર ભૂ-ભાગ અરબી સમુદ્ર સાથે જોડાયેલી હરક્કિયા ક્રીક સાથે જોડાયેલ છે, જ્યારે જ્યારે પણ દરિયામાં ભરતી આવે છે ત્યારે દરિયાનું ખારું પાણી 50 કિલોમીટર સુધી મીઠા પાણીના આ સરોવરમાં ભળે છે અને ત્યારબાદ તમામ મીઠું પાણી ખારું બની જાય છે અને ધીરે ધીરે આ પાણી દરિયામાં જતુ રહે છે. કેટલુંક પાણી બાષ્પીભવનને કારણે સુકાઈ જાય છે અને પછીથી આ આખી જમીન બંજર બની જાય છે.

વિવિધ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો સાથે વર્ષો સુધી સંશોધન કર્યા પછી જયસુખ ભાઈ એ ઉજ્જડ જમીનને ગ્રીન ઝોનમાં ફેરવવાનું સપનું જોયું. નાના રણમાં એકત્ર થતા મીઠા પાણીના આ સરોવરમાં જો દરિયાના ખારા પાણીને  ભળતા અટકાવવામાં આવે તો એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બની શકે છે.

લગભગ 100 વર્ષ જૂનો સુરજબારી બ્રિજ આનો ઉકેલ છે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓને જોડતો આ એકમાત્ર પુલ છે. સુરજબારી પુલ એ એવી જગ્યા છે જ્યાંથી હરક્કિયા ખાડીનું પાણી નાના રણને મળે છે, જો આ પુલને ચેકડેમ બનાવવામાં આવે તો દરિયાનું પાણી મીઠા પાણીના સરોવરમાં પ્રવેશી શકશે નહીં અને મીઠા પાણીનું સરોવરનું પાણી નદીમાં જશે નહીં.

હવે આવો જાણીએ કે આ પ્રોજેક્ટના ફાયદા શું છે-

1. ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજ્યોમાં પાણીની સમસ્યા દૂર થશે. રણ સરોવર પ્રોજેક્ટના નિર્માણથી ગુજરાતના 7 જિલ્લાઓ અને 10 તાલુકાઓમાં 10 લાખથી વધુ લોકોને પીવાનું પાણી અને 50 લાખ લોકોને ખેતી માટે પાણી ઉપલબ્ધ થઈ શકશે. તેમજ આ સ્થળે નર્મદા નદી કરતા પણ વધુ પાણીનો સંગ્રહ કરી શકાય છે.

2. કેટલાક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે રણ સરોવરના નિર્માણથી અગરિયા મજૂરો, વિદેશી પક્ષીઓ, ફ્લેમિંગો અને વાઈલ્ડ એજ સેંચુરીનું શું થશે....જયસુખ ભાઈના જણાવ્યા મુજબ, આ ત્રણ રીતે ઘણો સુધારો થશે.

3. અગરિયા મજૂર જે મીઠાની ખેતી કરે છે, જે ગુજરાતનો સૌથી પછાત વર્ગ ગણાય છે. તેમની રોજની આવક 100 રૂપિયાથી ઓછી છે. તેઓ 50 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રોજેક્ટની મંજૂરી મળ્યા પછી  તેમની દૈનિક આવક વધીને 600-700 રૂપિયા થઈ જશે. તેઓ રહેવા અને ભોજનની સાથે વધુ સારી શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ મેળવી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news