કચ્છમાં મોડી રાત્રે જૂથ અથડામણ, બે ગ્રૂપ બાખડતા વાહનોને આગચંપી કરાઈ, ઉપરી અધિકારીઓ પણ દોડતા થયા

મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા છોડાયા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

કચ્છમાં મોડી રાત્રે જૂથ અથડામણ, બે ગ્રૂપ બાખડતા વાહનોને આગચંપી કરાઈ, ઉપરી અધિકારીઓ પણ દોડતા થયા

રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા છોડાયા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના કોટડા (જડોદર) માં બાઈક મુદ્દે એક યુવક પર હુમલો થયો હતો. જેના રિએક્શન રૂપે બે જૂથ બાખડ્યા હતા. એક જૂથના ટોળાએ જડોદરમાં કેટલાક વાહનો અને કેબિનોને આગચંપી કરી હતી. જેને કારણે તંગદીલી સર્જાઈ હતી. હુમલા બાદ આગચંપી કરતા વિવાદ વધ્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તરત દોડતી થઈ હતી. 

ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતના વરિષ્ઠ અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ પોલીસ સ્ટાફ દ્વારા કરાયો હતો. પરિસ્થિતીને વણસતી અટકાવવા માટે આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે SRP ના જવાનોને પણ સ્થળ પર તૈનાત કરાયા હતા. જોકે, સમગ્ર મામલે હજી સુધી વિધિવત ફરિયાદ નોંધાઈ નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news