Georgia: યુવતીએ પોતાના જ પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી, પોલીસ પહોંચી તો સામે આવી ચોંકાવનારી વાત

ફિલ્મોના શુટિંગ દરમિયાન ઘાયલ થવાની ઘટનાઓ છાશવારે સાંભળવા મળતી હોય છે. પરંતુ જ્યોર્જિયામાં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં લોરેન હંટર દમન (Lauren Hunter Daman) નામની વેબકેમ મોડલ ઘરની અંદર વીડિયો રેકોર્ડ કરી રહી હતી. આ દરમિયાન તેના હાથમાં એક ગન હતી. 

Georgia: યુવતીએ પોતાના જ પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી, પોલીસ પહોંચી તો સામે આવી ચોંકાવનારી વાત

જ્યોર્જિયા: ફિલ્મોના શુટિંગ દરમિયાન ઘાયલ થવાની ઘટનાઓ છાશવારે સાંભળવા મળતી હોય છે. પરંતુ જ્યોર્જિયા (Georgia) માં વીડિયો રેકોર્ડિંગ દરમિયાન એક એવી ઘટના ઘટી જે ચર્ચાનો વિષય બની ગયો છે. અહીં લોરેન હંટર દમન (Lauren Hunter Daman) નામની વેબકેમ મોડલ ઘરની અંદર વીડિયો રેકોર્ડ કરી રહી હતી. આ દરમિયાન તેના હાથમાં એક ગન હતી. 

ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ રેકોર્ડિંગ વખતે ભૂલથી ગન ફાયર થઈ ગઈ અને ગોળી સીધી તેના વજાઈનામાં (યુવતીનો પ્રાઈવેટ પાર્ટ) લાગી. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના 9 નવેમ્બરની છે. ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઘટનાસ્થળ પર જે જોવા મળ્યું તે જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. મોડલ લોહીના ખાબોચિયામાં પડી હતી અને દર્દથી તડપતી હતી. 

ફાયરિંગ સમયે બેડરૂમમાં એકલી હતી મોડલ
રિપોર્ટ મુજબ મોડલે ભૂલથી ગોળી ચલાવી હતી. મોડલનું નામ લોરેન હંટર દમન છે અને 27 વર્ષની છે. કહેવાય છેતે પોતાના બેડરૂમમાં એકલી હતી ત્યારે તેનાથી 9 મિમીની બંદૂકથી ગોળી છૂટી ગઈ હતી. ત્યાં જ રહેતા જોર્ડન એલને જણાવ્યું કે તેની પાસે બંદૂક છે. તેણે જેવો ગોળીનો અવાજ સાંભળ્યો કે તે બેડરૂમ તરફ ભાગ્યો. એલને કહ્યું કે જમીન પર ચારેબાજુ લોહી હતું. પાસે મોડલ દર્દથી કણસતી હતી અને ભૂલથી ગોળી ચલાવવા બદલ માફી માંગી રહી હતી. મોડલે અધિકારીઓને કહ્યું કે તેની પાસે ચેટર નામનું એક વેબ પ્લેટફોર્મ છે જ્યાં તે પોતે વીડિયો નાખે છે અને લોકો વીડિયો જોવા માટે પૈસા ચૂકવે છે. ત્યાં રહેનારી એક અન્ય વ્યક્તિએ પણ પુષ્ટિ કરી કે મોડલે પોતાને ભૂલથી ગોળી મારી હતી. 

ધ સ્મોકિંગ ગનના રિપોર્ટ મુજબ અધિકારીઓનું માનવું હતું કે તે જે વેબ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેને ચેટરબેટ કહે છે. આ એક લોકપ્રિય એડલ્ટ સાઈટ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગ સમયે મોડલ લાઈવ રેકોર્ડિંગ કરી રહી હતી કે નહીં. કારણ કે જો આમ હશે તો તે બાદમાં વીડિયોને પોતાની સાઈટ પર નાખી શકે છે. હાલ ફાયરિંગ બાદ મોડલને તેના ઘર પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અધિકારીઓએ આ ઘટનાને બેદરકારી ગણાવી. એવું કહેવાય છે કે તેને લઈને કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news