'આને કહેવાય લાલચ બૂરી બલા હૈ...', મોરબીના વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ, જાણો ગેંગનો માસ્ટર પ્લાન

મોરબીના વેપારી યુવાનને સસ્તામાં માલની ખરીદી કરાવીને ઊંચી કિંમત તે માલ એક્સપોર્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી અને બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતામાં વેપારી પાસેથી 29.58 લાખોની ઠગાઈ કરવામાં આવી હતી.

  'આને કહેવાય લાલચ બૂરી બલા હૈ...', મોરબીના વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ, જાણો ગેંગનો માસ્ટર પ્લાન

હિમાશું ભટ્ટ/મોરબી: આને કહેવાય લાલચ બૂરી બલા હૈ... મોરબીના વેપારી યુવાનને સસ્તામાં માલની ખરીદી કરાવીને ઊંચી કિંમત તે માલ એક્સપોર્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી અને બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતામાં વેપારી પાસેથી 29.58 લાખોની ઠગાઈ કરવામાં આવી હતી. જેથી ભોગ બનેલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી નકલી દસ્તાવેજો, બેન્કની પાસબૂકમ ચેક બુક, એટીએમ કાર્ડ સહિતનો મુદામાલ કબજે કરેલ છે.

મોરબીમાં શાર્પ કોર્પોરેશનના નામથી રો મટિરિયલ્સ અને ટાઇલ્સ ટ્રેડીંગનું કામ કરતાં વેપારી સાગરભાઈ પ્રાણજીવનભાઈ ભાડજાએ અગાઉ ૨૯.૫૮ લાખની ઠગાઇની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, પેસીફીસાઈન નેચરલ નટ્સ નામની કંપનીથી માલની ખરીદ કરવા અને વિદેશી કંપનીમાં વેચાણ કરી કમાણી કરવાની લાલચ તેને રામદેવ શર્મા અને રાકેશ કુમાર નામ ધારણ કરીને બે શખ્સ દ્વારા આપવામાં આવી હતી અને અલગ અલગ સમયે બેંક એકાઉન્ટમાં ૨૯.૫૮ લાખ મેળવી લઈને તેની સાથે ઠગાઇ કરવામાં આવી હતી.

જેથી સ્થાનિક પોલીસે અને એલસીબીની ટીમે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે તપાસ કરતા શર્મા એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ NCCRP પોર્ટલમાં અનેક અરજીઓ પેન્ડીંગ હોવાનું સામે આવ્યું હતું જેથી અહીની પોલીસ પંજાબ પહોચી હતી અને લુધિયાણા ખાતે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના આરોપી અમાનઉલ્લામિયા ઉર્ફે રામદેવ શર્મા અશગરઅલી અબ્દુલહક્ક અન્સારી (૨૫) રહે. હાલ લુધિયાણા મૂળ નેપાળ અને મહમદફિરદોશ ઉર્ફે રમેશકુમાર મહમદઈસ્માઈલ રાજમહમદ શેખ (૩૦) રહે હાલ લુધિયાણા મૂળ બિહાર વાળા ધરપકડ કરી હતી.

 હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ બંને આરોપીઓ પાસેથી પોલીસે બનાવટી આધારકાર્ડ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડના આધારે યસ બેંક, ઇન્ડિયન ઓવાર્સીસ બેંક, આઈડીએફસી ફસ્ટ, આઈ.ડી.બી.આઈ, કોટક મહિન્દ્રા, એચ ડી એફ સી, સીટી યુનિયન બેંક, કર્ણાટક બેંક, સી.એબ.બી બેંક, આર.બી.એલ બેંક, આઈડીએફસી બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, એસ.વી.એસ સહિતની બેંકની પાસબૂક, ચેકબૂક મળી આવ્યા હતા જેમાં વધુમાં માહિતી આપતા પોલિસે જણાવ્યુ છે કે, બેન્કની ૨૨ પાસબૂક, ૪૦ ચેકબૂક, અલગ અલગ બેંકના ૮૬ ડેબીટ/ક્રેડીટ કાર્ડ અને ૨ ટ્રાવેલિંગ કાર્ડ, ૮ મોબાઈલ જેની કિંમત ૪૫,૦૦૦ અને અલગ અલગ નામની વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડ ૧૫ સહિતનો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો છે તેમજ આ બંને શખ્સ પાસેથી દિલ્હી ખાતે રહેતી અનીતા વિજયકુમાર અને ઓસાશ નામની નાઈઝીરીયન વ્યક્તિના નામ સામે આવે છે જેથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

આ બંને શખ્સની પૂછપરછ કરતા તેને પોતાની સાચી ઓળખાણ છુપાવવા રામદેવ શર્મા અને રમેશકુમાર ખોટા નામો ધારણ કરીને બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી પોતાનો ફોટો રાખી બનાવટી દસ્તાવેજના આધારે શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી મોબાઈલ ફોન અને સીમકાર્ડ તેમજ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી નાણા જમા કરાવતા અને બેંકમાં છેતરપીંડી કરેલ રકમ વિડ્રો કરી રકમ રૂબરૂ અને હવાલા મારફતે દિલ્હી ખાતે અનીતા વિજયકુમારને મોકલી આપતા હોવાની કબુલાત આપી હતી જેથી કરીને મહિલા સહિત બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news