40 હજારની લાંચ કેસમાં LG હોસ્પિટલના તત્કાલિન સુપ્રિટેન્ડન્ટની ધરપકડ

આરોપી રાજેશ શાહ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા, બાકી બિલ પાસ કરાવા માટે ડો. રાજેશ શાહે રૂ.40 હજારની લાંચ માગી હતી 

40 હજારની લાંચ કેસમાં LG હોસ્પિટલના તત્કાલિન સુપ્રિટેન્ડન્ટની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરની મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલના તત્કાલિન સુપ્રીટેન્ડન્ટ ડો. રાજેશ શાહની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રૂ.40 હજારની લાંચના કેસમાં આરોપી ડો. રાજેશ શાહ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા.

ઉલ્લેખનીય છે કે, જૂન 2018માં ગ્રાફિક્સ બેનરનું  બાકી બિલ કઢાવવા માટે ફરિયાદીએ સુપ્રિટેન્ડન્ટ સંપર્ક કર્યો હતો. ડો. રાજેશ શાહે આ બિલ પાસ કરાવી આપવા માટે ફરિયાદી પાસે રૂ.40,000ની લાંચ માગવામાં આવી હતી. જેના અનુસંધાને ફરિયાદે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી. 

આ ફરિયાદ થયા બાદ ડો. રાજેશ શાહે ધરપકડથી બચવા માટે નીચલી અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી. જોકે, તમામ અદલતો દ્વારા તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. અંતે છેલ્લા એક એક વર્ષ સુધી નાસતા ફરતા રહેલા ડો. રાજેશ શાહની ACBએ શુક્રવારે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news