ડો. અતુલ ચગ આપઘાત કેસ પર પૂર્ણવિરામ! પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો, રઘુવંશી સમાજ ચોંક્યો

Loksabha Election 2024: અતુલ ચગના આત્મહત્યા કેસમાં અતુલ ચગના દીકરા હિતાર્થે પત્રકાર પરિષદ કરીને આ મામલાનો સુખદ અંત આવ્યો હોવાનું કહ્યું છે. ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘુમ થયો છે.

ડો. અતુલ ચગ આપઘાત કેસ પર પૂર્ણવિરામ! પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો, રઘુવંશી સમાજ ચોંક્યો

Loksabha Election 2024: ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે. તે જુનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રીપીટ કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો. તો સામે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘુમ થયો છે. રઘુવંશી સમાજની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ ન અપાય આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે, તો કારમો પરાજય આપવા માટે આજે સમાજની મિટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ રણ ટંકાર કર્યો. રાજકોટ બાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉમેદવાર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો.

વેરાવળનાં જાણીતા તબીબ ડો. અતુલ ચગ આપઘાત કેસમાં આરોપ લાગ્યો એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટીકીટ ફાળવતા રઘૂવંશી સમાજ મા આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડો. ની સ્યૂસાઈડ નોટમાં ભાજપનાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ છે. જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘૂવંશી સમાજની માંગ ઊઠી છે. ફરીયાદ મા સાંસદ રાજેશનું નામ છે. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી છે. જેના કારણે જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લા ઉપરાંત ગુજરાત ભાજપના ૩૦ લાખથી વધુ રઘુવંશી પરિવારોને ઉંડો આઘાત લાગ્યો છે. 

વેરાવળમાં આજે રાત્રે રઘુવંશી સમાજની બેઠક મળી એ પહેલા જ ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ બનાવનું સુખદ સમાધાન થયું છે તેવું જણાવેલ હતું. તો આ સમાધાન ને રઘુવંશી સમાજ બંધ બારણે અને અમુક લોકોના હેતુ સાથેનું આર્થિક વહીવટ સાથેનું સમાધાન ગણાવી રહેલ છે, અને આ સમાધાન રઘુવંશી સમાજને સ્વીકાર્ય નથી. જો જુનાગઢ લોકસભાની ટિકિટ રાજેશ ચુડાસમા ને આપવામાં આવશે તો સમગ્ર રાજ્યભરનો રઘૂવંશી સમાજ તેનો આકરો વિરોધ કરશે. તો આ ઘટનામાં ઉમેદવાર રાજેશ ચુડાસમાની તરફેણમાં સોશિયલ મીડિયામાં જૂનાગઢના રઘુવીર સેનાના અગ્રણી ગિરીશ કોટેચા પર પણ વેરાવળ રઘૂવંશિ સમાજ ખૂબ જ આક્રોશ સાથે જણાવી રહેલ છે કે ગિરીશ કોટેચાએ સાંસદ રાજેશ ચુડાસમાની વાહ વાહી કરી છે તે દુઃખદ છે. 

રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી ડોક્ટર અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે હું રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. કરોડો રૂપિયા લઈને પરત નહીં આપવાને કારણે ડોકટરે આપઘાત કરવો પડ્યો હોવાની વિગતો સામે આવી હતી. તેમ છત્તા તેમને ટીકીટ ફાળવતા તેની સામે રઘુવંશી સમાજ દ્વારા રોષ વ્યકત કરી ઉમેદવારને બદલવાની માંગણી કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news