જામનગર:બાળકોના જાતીય શોષણને અટકાવવા મોટું પગલું

આ કેમ્પેઇનમાં મોટા બોર્ડ પર લોકોએ પોતાની સહી કરીને પ્રતિજ્ઞા લીધી હતી

જામનગર:બાળકોના જાતીય શોષણને અટકાવવા મોટું પગલું

જામનગર : જામનગર શહેરમાં જામનગર ચાઇલ્ડલાઇન દ્વારા બાળકોના જાતીય શોષણ અટકાવવા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે. શહેરમાં લોકો જાગૃત થાય અને વિસ્તારમાં આવા બનાવ ન બને તે માટે ખાસ સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઇન એસટી ડેપો ખાતે યોજવામાં આવ્યું હતું જેનો હેતુ બાળકોના જાતીય શોષણને અટકાવવાનો છે.

આ કેમ્પેઇનમાં મોટા બોર્ડ પર લોકોએ પોતાની સહી કરીને પ્રતિજ્ઞા લીધી હતી કે બાળકો સાથે થતા જાતીય શોષણને અટકાવવા ચાઇલ્ડલાઇન 1098 અથવા પોલીસને મદદ કરીશ. તેમજ કોઇ બાળકનું જાતીય શોષણ થયું હશે કે બાળકને કોઇ ખોટી રીતે હેરાન કરતું હશે જે અંગે માહિતી મળશે તો તે બાળકને ન્યાય મળે તેમજ ભવિષ્યમાં બીજા કોઇ સાથે આવા બનાવ બને તેના માટે વિસ્તારના લોકોને જાગૃત કરીશ. વિષય પર દરેક લોકોને સમજાવવામાં આવ્યા હતાં અને લોકોએ સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લઇ સહીઓ કરી હતી. 

આ કાર્યક્રમમાં એસટી ડેપોના મેનેજર રાણા, સંસ્થાના પ્રોજેકટ લીડર સોજીત્રા વિજયભાઇ, ચાઇલ્ડલાઇનના પ્રોજેકટ કોઓડિનેટર કોઠીયા પરેશભાઇ, કાઉન્સેલર જયેશભાઇ, વિશ્વજીતભાઇ, કૌશિકભાઇ, અમરદીપભાઇ, અતુભાલઇ, રોહનભાઇ, દક્ષાબેન કેશવાલા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news