ગુજરાતમાં જીતવા કંઈ પણ કરવા તૈયાર છે કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ભરપૂર પ્રચાર ચાલી રહ્યો છે. 

  • ગુજરાતમાં 9 ડિસેમ્બર તેમજ 14 ડિસેમ્બરે એમ બે તબકકામાં રાજય વિધાનસભાની 182 બેઠકો માટે મતદાન હાથ ધરવામાં આવનાર છે
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ભરપૂર પ્રચાર ચાલી રહ્યો છે
  • આ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે
  •  

Trending Photos

ગુજરાતમાં જીતવા કંઈ પણ કરવા તૈયાર છે કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ભરપૂર પ્રચાર ચાલી રહ્યો છે. આ ચૂંટણી જીતવા માટે બંને પક્ષોએ કમર કસીને તૈયારી શરૂ કરી છે. આ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને પક્ષનો ભરપુર પ્રચાર કરશે. કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકોની યાદમાં સોનિયા ગાંધી અને નવજોત સિદ્ધુ સમાવેશ થાય છે. 

ગુજરાતમાં 9 ડિસેમ્બર તેમજ 14 ડિસેમ્બરે એમ બે તબકકામાં રાજય વિધાનસભાની 182 બેઠકો માટે મતદાન હાથ ધરવામા આવનાર છે. આ અગાઉ કોંગ્રેસ દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં તેના જે નેતાઓ ચૂંટણી પ્રચાર કરવાના છે એ અંગેની એક સત્તાવાર યાદી રાજ્ય ચૂંટણીપંચને સુપરત કરી છે. આ યાદીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી,પૂર્વ પ્રધાન મંત્રી ડો.મનમોહનસિંહની સાથે નવજોત સિદ્ધુ અને રાજબબ્બરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં રાજયના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં જઈ રેલી, સભા સંબોધવાથી લઈને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરશે. કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની જે યાદી જાહેર કરાઈ છે તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ડો.મનમોહનસિંહ, અશોક ગહેલોત, અહેમદ પટેલ, ગુલામનબી આઝાદ, ભરતસિંહ સોલંકી, સામ પિત્રોડા, આનંદ શર્મા, મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, ભૂપિન્દરસિંહ હુડા, જયોતિરાદિત્ય સિંધિયા, રાજીવ શુકલા, નવજોત સિધ્ધુ, રાજ બબ્બર, રણદિપસિંહ સુરજેવાલ, કાંતિલાલ ભુરીયા, સુસ્મિતાદેવી, અમરિન્દરસિંહ રાજા, કર્નલનાથ, સચીન પાઈલોટ, મુકુલ વાસનિક, ઓસ્કાર ફર્નાન્ડિઝ, પ્રમોદ તિવારી, કુમારી શૈલજા, નગમા મોરારજી, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ, ડો.તુષાર ચૌધરી, પરેશ ધનાણી, કુંવરજી બાવળીયા, કદીર પીરજાદા, ગૌરવ પંડ્યા, સાગર રાયકા, રાજુભાઈ પરમાર, જગદીશ ઠાકોર, અશોક પંજાબી, અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news