બનાસકાંઠામાં સામુહિક આપઘાત: 4 લોકોને મોતના મુખમાં ધકેલનાર સસરા-પતિની અટકાયત, થશે મોટા ખુલાસા

પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામે સસરા અને પતિના ત્રાસથી પરણીતાએ બે સંતાનો અને સાસુ સાથે એકબીજાના હાથ દોરડાથી બાંધી દાંતીવાડા ડેમમાં આપઘાત કરી લીધો હતો.

બનાસકાંઠામાં સામુહિક આપઘાત: 4 લોકોને મોતના મુખમાં ધકેલનાર સસરા-પતિની અટકાયત, થશે મોટા ખુલાસા

અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડી આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. સાસુ પુત્રવધુ અને બે સંતાનોએ પતિ અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પાલનપુર તાલુકા પોલીસે સસરા અને પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

પતિ અને સસરાના અમાનુશી ત્રાસથી કંટાળી પરિવારે કર્યો આપઘાત
પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામે સસરા અને પતિના ત્રાસથી પરણીતાએ બે સંતાનો અને સાસુ સાથે એકબીજાના હાથ દોરડાથી બાંધી દાંતીવાડા ડેમમાં આપઘાત કરી લીધો હતો. જોકે સ્થાનિક લોકોએ દાંતીવાડા ડેમમાંથી એક જ પરિવારના ચાર લોકોની લાશોને બહાર કાઢતા તેમની લાશોને પોસમોર્ટમ માટે ખસેડાઇ હતી. જેમાં પતિ અને સસરાના અમાનુશી ત્રાસથી કંટાળી ગયેલી પુત્રવધુએ 8 વર્ષની દીકરી 5 વર્ષના પુત્ર અને સાસુ સાથે દાંતીવાડા ડેમમાં સામૂહિક આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામી છે.

એક પુત્ર સ્ફુલે ગયો હોવાથી બચી ગયો
ઘટનાની વાત કરીએ તો દાંતીવાડાના ભાડલી ગામના નયનાબાના લગ્ન 11 વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના નાની ભટામલ ખાતે થયા હતા. જોકે સંયુક્ત પરિવારમાં રહેતા પતિ અને સસરા વગર વાંકે મારઝુડ કરતા હતા અને આમાનુશિય ત્રાસ આપતા અને ઘરેથી કાઢી મુકતા અને તેની સાસુ પર પણ ત્રાસ ગુજારતા આખરે પુત્રવધુથી સહન ન થતાં તેને બે સંતાનો અને સાસુ સાથે ઘર છોડી દીધું હતી. જોકે તેનો એક પુત્ર સ્ફુલે ગયો હોવાથી તે તેમની સાથે ન જતા તે બચી ગયો હતો. 

પોલીસે પતિ-સસરાની ધરપકડ
જોકે પુત્રવધુ, સાસુ અને બે સંતાનોએ દાંતીવાડા ડેમમાં પડીને આપઘાત કરી લેતા તેના ભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે તેના બહેનના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પાલનપુર તાલુકા પોલીસે પતિ નારણસિંહ ચૌહાણ અને સસરા ગેંનસીહ સ્વરૂપસિંહ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોનાં નામ

  • 1 -નયનાબા નારણસિંગ ચૌહાણ (ઉ.વ.30) પુત્રવધુ
  • 2 -કનુબા ગેનસિંગ ચૌહાણ (ઉ.વ.55)- સાસુ
  • 3 -સપનાબા નારણસિંગ ચૌહાણ (ઉ.વ.8) પુત્રી
  • 4 -વિરમસિંગ નારણસિંગ ચૌહાણ (ઉ.વ.5)-પુત્ર

મહત્વનું છે કે, દાંતીવાડા ડેમમાં 4 લોકોને આત્મહત્યા કરી લેતા ગુનો નોંધાતા તેના પતિ અને સસરાની પોલીસે અટકાયત કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news