ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન; 132 તાલુકામાં જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

અમદાવાદનો પ્રથમ વરસાદ અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી. ધોધમાર પડેલા વરસાદે ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા એટલે AMCની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા.

ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન; 132 તાલુકામાં જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો?

Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાના આગમનના બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાત કરીએ આણંદની તો આણંદમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો કચ્છના ગાંધીધામના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. વહેલી સવારથી વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા. દ્વારકાના ખાંભળિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા અને મોટી ખોખરીમાં વરસાદ વરસ્યો છે.

ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. નડિયાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો. વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. ભારે ઉકળાટ અને ગરમી પછી વરસાદથી લોકોને રાહત મળી. વડોદરા શહેર અને પાદરામાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરના મકરપુરા, માંજલપુર, અકોટા અને જામ્બુઆ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.

પ્રથમ વરસાદમાં અમદાવાદ પાણી પાણી
અમદાવાદનો પ્રથમ વરસાદ અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી. ધોધમાર પડેલા વરસાદે ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા એટલે AMCની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી કાઢી. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. ધોધમાર વરસાદથી રોડ પાણીમાં ગરકાવ થયા હતા. જેથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લાખો રૂપિયાના ખર્ચે AMC પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના દાવા કરે છે. પરંતુ પ્રથમ વરસાદ બાદની સ્થિતિ જોતા લાગે છે આ તમામ કામગીરી માત્ર કાગળ પર જ છે કેમ અમદાવાદમાં વરસાદ બાદ રોડ પર નીકળવું એટલે જીવનું જોખમ નક્કી છે.

શહેરના જમાલપુર, વેજલપુર, સોલા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, એસ જી હાઈવે, ઘાટલોડીયા, ત્રાગડ, ઓગણજમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વરસાદના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે. અંડરપાસ પર તંત્રના અધિકારીઓ કંટ્રોલરૂમથી સીસીટીવી કેમેરાથી નજર રાખી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે પ્રથમ વરસાદમાં જ આ સ્થિતિ છે તો હજુ આગામી દિવસમાં કેટલી વિકટ પરિસ્થિતિ સર્જાશે.

આણંદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
આણંદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રથમ વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગામડી વાડ ચાર રસ્તા, લક્ષ્મી ચાર રસ્તા, ભાલેજ અને લોટિયા-ભાગોળમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો વડોદરામાં પણ ધોધમાર વરસાદથી રાવપુરા અને ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. માંજલપરુ અને MS યુનિવર્સિટીના ગેટ પાસે પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી. વડોદરાના ફતેપુરાથી અજબડી મિલ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાતા રોડ પર ખોદેલા ખાડા પાણીમાં ગરકાવ થયા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી. પાલિકાએ ખોદેલા ખાડામાં એક કાર ફસાઈ હતી. ખાડાના લીધે લોકોને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ
મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદથી લઈને આણંદ સુધી સાર્વત્રિક વરસાદનો માહોલ છે. વડોદરા, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદ પડી રહ્યો છે.  અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા આવ્યો તો આણંદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા.  ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર વરસાદી પાણી વહ્યા. તો વડોદરા શહેર અને પાદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાટનગર ગાંધીનગરમાં પણ આજે મેઘરાજાએ પધરામણી કરી. વરસાદના આગમનથી ખેડૂતોમાં સારી વાવાણીની આશા જાગી છે.

ખેડાના નડિયાદના નિચાણવાળા વિસ્તારમાં વધી મુશ્કેલી
ધોધમાર વરસાદથી નડિયાદમાં જ્યાં જુઓ ત્યા બસ પાણી જ પાણી જોવા મળ્યું. મુશળધાર વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ. ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા રોડ-રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. નડિયાદના રબારી વાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થયા. પહેલા વરસાદે જ પ્રિ-મોન્સૂનની પોલ ખોલી તો હાઈવે પર ભારે વરસાદથી વિઝિબિલીટી ઘટી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી.

ખેડાના નડિયાદમાં અવિરત વરસાદ
ખેડાના નડિયાદમાં ભારે વરસાદ વરસ્યો. નડિયાદમાં ભારે વરસાદથી તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થયા. નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા તમામ ગરનાળામાં પાણી ભરાઈ ગયું. નડિયાદના માઈ મંદિર , શ્રેયસ ગરનાળા , ખોડીયાર માતા ગરનાળા અને વૈશાલી ગરનાળામાં પાણી ભરાયું. નડીયાદ શહેરના નિચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું...રોડ-રસ્તા પર પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

મોરબીમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ
મોરબીમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી મોરબીના રસ્તા નદી ફેરવાયા. પ્રથમ વરસાદમાં પાણી ભરાઈ જતાં તંત્રના દાવાની પોલ ખુલી છે. મોરબીના શનાળા, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપર અરૂણદયનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.

સૌરાષ્ટ્ર વરસાદ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે મેઘરાજાએ મહેર કરી છે. હવામાન વિભાગે આપેલા યલો અલર્ટની વચ્ચે રાજકોટ, દ્વારકા, જામનગર, કચ્છમાં વરસાદ પડ્યો. રાજકોટ શહેરની સાથે સાથે ધોરાજી, જેતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. તો સાથે જ  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો.લાલિયા, તથીયા, ભાણખોખરી, કોટડીયા, મોટી ખોખરીમાં વરસાદ આવ્યો. જામનગરમાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. તો કચ્છના ગાંધીધામ અને અંજારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના યલો અલર્ટ વચ્ચે આજ સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજ સવારથી જ સારો વરસાદ પડી રહ્યો છે. તાપીના વ્યારા, વાલોડ સહિતના તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા. તાપીના વ્યારા બજાર, મિશન નાકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. 

તો વલસાડના તાલુકાઓમાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદના કારણે રસ્તા પર પાણીનો ભરાવો થયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. સારી વાત એ છે, કે આ વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે વરસાદ આવતા ખેડૂતો સારી વાવણીની શક્યતા જોઈને આનંદમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news