સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો

Tomato Price Hike: રિટેલમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આ સિવાય જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને હવે 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો

Tomato Price Increased: હાલ સમગ્ર દેશમાં મોંઘવારી દરરોજ વધી રહી છે. ઉનાળાની ઋતુના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. હાલમાં ટામેટાના ભાવ (Tomato Price) બમણા થઈ ગયા છે. રિટેલમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આ સિવાય જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને હવે 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા

4 ગણા વધ્યા ટામેટાના ભાવ
અચાનક પડેલા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં જોરદાર વધારો થયો છે. 20-25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાના ભાવ હવે બજારમાં 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. છેલ્લા 4 થી 5 દિવસમાં ટામેટાના ભાવમાં 4 ગણો વધારો થયો છે. ટામેટાંની સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.

કેમ આવ્યો ભાવમાં ઉછાળો?
તમને જણાવી દઈએ કે ટામેટાંના ભાવ ઘણા કારણોસર વધ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરસાદની સિઝનમાં વિલંબ અને વધુ પડતી ગરમીના કારણે ટામેટાંના ભાવ વધી રહ્યા છે. આ ઉપરાંત ખેતી પ્રત્યે ખેડૂતોના ઘટતા રસની અસર પાક અને તેના ભાવ પર પણ જોવા મળી રહી છે.

દિલ્હીના બજારમાં શું છે ભાવ?
જો દિલ્હીની આઝાદપુર મંડીની વાત કરીએ તો અહીંના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં ટામેટાંની કિંમત બમણી થઈ ગઈ છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટામેટાંનો જથ્થો ઘટ્યો છે, જેના કારણે ભાવ પણ વધી રહ્યા છે.

ટામેટાના વેપારીએ આપી જાણકારી
માહિતી આપતાં ટમેટાના વેપારી અશોક ગણોરે જણાવ્યું કે આ સમયે અમે બેંગલુરુથી ટામેટાં લઈ રહ્યા છીએ. તાજેતરના વરસાદને કારણે ટામેટાના અનેક છોડ ખરાબ થઇ ગયા છે. આ નુકસાનને કારણે પણ ખેડૂતોએ ટામેટાની ખેતી ઓછી કરી છે. આ સિવાય ઘણા ખેડૂતોએ આ કારણોસર ટામેટાની ખેતી પણ બંધ કરી દીધી છે.

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news