મોડાસા દુષ્કર્મ: યુવતીનાં PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, કાચાપોચા ન વાંચે

અરવલ્લી જિલ્લાનાં સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનાં અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. PM રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીનાં મૃતદેહનાં બીજા અહેવાલમાં સામે આવ્યું કે, રાક્ષસી વ્યક્તિઓએ વિકૃતીની તમામ હદો વળોટી દીધી હતી. 5 ડોક્ટર્સની પેનલ દ્વારા કરવામાં આવેલા પીએમમાં સામે આવ્યું કે, યુવતીને ઘસડવામાં આવી હતી. વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ગાળીયો બનાવીને લટકાવી દેવામાં આવી હતી. 
મોડાસા દુષ્કર્મ: યુવતીનાં PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, કાચાપોચા ન વાંચે

અમદાવાદ : અરવલ્લી જિલ્લાનાં સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનાં અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. PM રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીનાં મૃતદેહનાં બીજા અહેવાલમાં સામે આવ્યું કે, રાક્ષસી વ્યક્તિઓએ વિકૃતીની તમામ હદો વળોટી દીધી હતી. 5 ડોક્ટર્સની પેનલ દ્વારા કરવામાં આવેલા પીએમમાં સામે આવ્યું કે, યુવતીને ઘસડવામાં આવી હતી. વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ગાળીયો બનાવીને લટકાવી દેવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સીઆિડી ક્રાઇમનાં અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, પીડિતાનાં શરીર પર ઇજાનાં (નખથી થયેલી ઇજા)નાં કેટલાક નિશાન મળી આવ્યા છે. જેમાં યુવતીને ઘસડવામાં આવ્યા બાદ તેના પર દુષ્કર્મ કરીને હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત ગળામાં ઇજાના નિશાનથી એવું લાગે છે કે તેને પરાણે ફાંસીએ લટકાવીને મારી નાખવામાં આવી હોવાની શક્યતા છે. જો કે ઘસડવા પાછળનું કારણ તે બેહોશ હતી કે કેમ તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. 

તેનાં મળદ્વારનાં પોસ્ટમોર્ટમમાં ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેજિયન યુવતી સાથે ખુબ જ ક્રુરતા પુર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. દલિય કોલેજિયન યુવતી 5 જાન્યુઆરી ગામનાં વડનાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. તેનાં મળદ્વારનો એક હિસ્સો (આંતરડા) બહાર આવી ગયેલા હતા. તેના ડાબા સ્તન પર ઇજાનાં નિશાનો હતા. ડાબા અંગુઠા પર પણ ઇજાના નિશાન હતા. ગળાનાં ભાગે નિશાન જોતા પણ તેને ફાંસી પર લટકાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થતું હતું. 

એક આરોપી સતીશ ભરવાડ હજી પણ ફરાર
પોલીસ દ્વારા વિમલ ભરવાડ અને તેનાં મિત્ર દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર પરમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે પૈકી ત્રણ લોકોએ પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે એક આરોપી સતીષ ભરવાડ હજુ પણ ફરાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ પર સામુહિક દુષ્કર્મનો આરોપ છે. આ મુદ્દો ત્યારે ગરમાઇ ગયો જ્યારે પીડિતાનાં પક્ષે તો દેખાવો થયા જ પરંતુ આરોપીઓને બચાવવા માટે પણ રેલી નિકળી જેથી. આ સમગ્ર મુદ્દો ગુંચવાયો અને આખરે પ્રકાશમાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news