સુરતમાં છેડતી બાબતે ખુનીખેલ, હથિયાર સાથે થયેલી બબાલમાં યુવકની હત્યા

નાનાપુરા માછીવાડ હોલી મહોલ્લા ગત રોજ સંદીપ અને તેનો વિપુલ અને તેનાં સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઇને નાનાપુરા માછીવાડમાં ઘુસ્યા હતા. એકાએક નિરંજન ભીમ્પોરિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહોલ્લાનાં લોકો એકત્ર થઇને નિરંજનના બચાવમાં ઉતર્યા હતા. ત્યાં કેટલાક ઇસમોએ મૃતક સંદીપ પર હુમલો કર્યો હતો. ત્યાં સંદીપનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 
સુરતમાં છેડતી બાબતે ખુનીખેલ, હથિયાર સાથે થયેલી બબાલમાં યુવકની હત્યા

સુરત : નાનાપુરા માછીવાડ હોલી મહોલ્લા ગત રોજ સંદીપ અને તેનો વિપુલ અને તેનાં સાગરીતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઇને નાનાપુરા માછીવાડમાં ઘુસ્યા હતા. એકાએક નિરંજન ભીમ્પોરિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહોલ્લાનાં લોકો એકત્ર થઇને નિરંજનના બચાવમાં ઉતર્યા હતા. ત્યાં કેટલાક ઇસમોએ મૃતક સંદીપ પર હુમલો કર્યો હતો. ત્યાં સંદીપનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

બીજી વખત નીરંજનને છાતીના ભાગે હુમલામાં 26 જેટલા ટાંકા આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ સ્થિતીમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સામ સામે ગુનો નોંધીને હત્યાનાં પ્રયાસોનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી હતી. સંદીપ અને વિપુલ મહોલ્લામાં રહેતા હતા અને બંન્ને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

અગાઉ પણ વિપુલ અને સંદીપ મહોલ્લાની છોકરીની છેડતી બાબતે પોલીસ ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ અંગે જ વિપુલ અને સંદિપને સ્થાનિક લોકો પર ગુસ્સો હતો. આ અદાવતમાં રોજ તેઓ બબાલ કરતા હતા. જેમાં સંદીપનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news