નવસારી જળબંબાકાર: હાઇવે બંધ, અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર નવસારી જળબંબાકાર થઈ જવા પામ્યુ છે. ત્યારે નવસારીથી સુરત જતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહનવ્યહાર માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. નવસારીના રીંગરોડ પર પાણી ભરાવાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

નવસારી જળબંબાકાર: હાઇવે બંધ, અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા

સ્નેહલ પટેલ/નવસારી: ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે સમગ્ર નવસારી જળબંબાકાર થઈ જવા પામ્યુ છે. ત્યારે નવસારીથી સુરત જતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહનવ્યહાર માટે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. નવસારીના રીંગરોડ પર પાણી ભરાવાથી તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

રંગુનવાલા ખાતે આવેલ મદ્રેસાના બે બાળકો પાણીમાં ડુબી જતા એક બાળકનુ મોત નિપજ્યુ છે તો એકની હાલત ગંભીર છે.સતત ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ હોવાથી નવસારીના અંબિકા,કાવેરી અને પુર્ણા નદીમાં પુર ની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બીજી તરફ ભારે વરસાદના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં કમર સમા પાણી ભરાયા છે.

વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પહેલા માળસુધી પાણી ભરાયા છે. જેના પગલે સ્થાનિક જનજીવન અટકી ગયું છે. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતાં જરૂરિયાની ચીજવસ્તુઓ અને સરસામગ્રીને ભારે નુકસાન થયું છે. વડોદરા બાદ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે આજે રવિવારે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સૌથી વધારે વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news