ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!

Gujarat Forecast:  કુદરતની મારનો શિકાર બનેલા આ પરિવારોની આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપની નેતા ધવલ પટેલે મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણી હતી અને સરકારમાંથી વહેલામાં વહેલી સહાય મળે એ આશ્વાસન પણ આપ્યું હતું.

ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!

ધવલ પરીખ/નવસારી: બદલતા વાતાવરણના કહેર સામે માનવી પાંગળો સાબિત થાય છે. ગત સોમવારે પણ વાતાવરણમાં આવેલા પલટાએ તોફાની પવનો અને ભારે વરસાદ સાથે વાંસદામાં અનેક ઘરોના પતરા ઉડાવી દીધા હતા. કુદરતની મારનો શિકાર બનેલા આ પરિવારોની આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપની નેતા ધવલ પટેલે મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણી હતી અને સરકારમાંથી વહેલામાં વહેલી સહાય મળે એ આશ્વાસન પણ આપ્યું હતું.

નવસારી જિલ્લામાં આકરા તાપથી ત્રસ્ત લોકોને છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં થતો બદલાવ રાહત આપે છે. વાતાવરણમાં બદલાવે ગરમીથી રાહતતો આપી, પણ અનેક લોકોની મુશ્કેલી વધારી છે. જેમાં ગત સોમવારે નવસારી જિલ્લાના વાંસદા સાથે જ ડાંગ, ધરમપુર સહિતના વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયુ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

વાવાઝોડાની જેમ ફુકાયેલા પવનોને કારણે વાંસદા તાલુકાના મીંઢાબારી, ઉપસળ, બારતાડ, મહુવાસ સહિતના અનેક ગામડાઓમાં કાચા અને પાકા મકાનોના પતરા તેમજ નળિયા ઉડી ગયા હતા. પવનો સાથે વરસાદ હોવાથી આ મકાનોની ઘરવખરીને પણ નુકસાન થયું હતું. ખાસ કરીને ગામડાઓના આ ઘરોમાં સંગ્રહ કરેલું વર્ષભરનુ અનાજ પલળી જતા ખરાબ થયું હતું. જ્યારે પશુઓનો ચારો પણ પલળતા આદિવાસી પરિવારોની સ્થિતિ કફોડી બની છે. 

બીજી તરફ તોફાની પવનોએ આંબા ઉપરથી કેરીઓનું ખરણ પણ વધાર્યું હતું. કુદરતના માર સામે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વાંસદાના અસરગ્રસ્ત પરિવારોને આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપી નેતા ધવલ પટેલે વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી. જાત નિરીક્ષણ દરમિયાન ધવલ પટેલે આ પરિવારોની મુશ્કેલી જાણી હતી. 

સાથે જ તેમને સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી પૂરતી સહાય મળી રહે એ માટે પ્રયાસો કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સાથે જ ઘણા પરિવારોનું વર્ષનું અનાજ બગડ્યું છે જેમને પણ ભાજપ અને એનજીઓની મદદથી સહાય કરવાની તૈયારી દર્શાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

breaking newsGuaratGujarati NewsNavsariGujarat Monsoon 2024Monsoon 2024navsari districtchange weatherPeopleવાતાવરણના કહેરમાનવી પાંગળોભારે વરસાદવાંસદાઘરોના પતરા ઉડાવી દીધાકુદરતની મારgujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastAmbalal PatelIMDIndia Meteorological DepartmentIMD Alertઆજનું હવામાનવરસાદની આગાહીવાતાવરણમાં મોટો ફેરફારકમોસમી વરસાદની આગાહીHeavy Rainsભારેથી અતિભારે વરસાદની આગાહીકમોસમી વરસાદgujarat rainભીષણ ગરમીની આગાહીગરમીHeatwaveheat strokeગરમીનો પારો43 ડિગ્રી તાપમાનCyclone Alertવાવાઝોડાની આગાહીવાવાઝોડું ત્રાટકશે

Trending news