મેડિકલ-ડેન્ટલ માટેની NEET 6ઠ્ઠી મેના રોજ લેવાશે,રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ જાણવા ક્લિક કરો

મેડિકલ (એમબીબીએસ) અને ડેન્ટલ (બીડીએસ) માટેની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા એટલે કે NEET 6ઠ્ઠી મેના રોજ લેવાશે. આ અંગેનું નોટિફિકેશ CBSC દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 6 મેના રોજ 10 વાગ્યાથી એક વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. ગત વર્ષે 11 લાખ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. 8 ભાષાઓમાં આ પરીક્ષા લેવાઈ હતી. 

Viral Raval Viral Raval | Updated: Feb 9, 2018, 09:34 AM IST
મેડિકલ-ડેન્ટલ માટેની NEET 6ઠ્ઠી મેના રોજ લેવાશે,રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ જાણવા ક્લિક કરો
ફાઈલ તસવીર

અમદાવાદ: મેડિકલ (એમબીબીએસ) અને ડેન્ટલ (બીડીએસ) માટેની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા એટલે કે NEET 6ઠ્ઠી મેના રોજ લેવાશે. આ અંગેનું નોટિફિકેશ CBSC દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 6 મેના રોજ 10 વાગ્યાથી એક વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. ગત વર્ષે 11 લાખ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. 8 ભાષાઓમાં આ પરીક્ષા લેવાઈ હતી. 

આ પરીક્ષા અંગેનું રજિસ્ટ્રેશન 8મી ફેબ્રુઆરી એટલે કે ગઈકાલથી ઓનલાઈન શરૂ થઈ ગયું છે. પરંતુ વેબસાઈટના કોઈ ઠેકાણા ન હોવાના કારમે વિદ્યાર્થીઓ મોડી રાત સુધી રજિસ્ટ્રેશન કરાવી શક્યા નહતાં. એવું કહેવાઈ રહ્યું છે કે આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળશે. 

અત્રે જણાવવાનું કે તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. ગયા વર્ષે આ પરીક્ષા આ અંગે 21 જાન્યુઆરીની આસપાસ નીટની સાઈટ તૈયાર થઈ ગઈ હતી જ્યારે આ વર્ષે હજુ તો ખાલી જાહેરનામું જ બહાર પડ્યું છે આથી વિદ્યાર્થીઓ મુંઝારો અનુભવી રહ્યાં છે. 

વેબસાઈટ ગઈ કાલે સવારે થોડો સમય ચાલુ હતી પરંતુ ત્યારબાદ ક્રેશ થઈ હતી અને માત્ર અન્ડર કન્સ્ટ્રક્શન મેસેજ આવી રહ્યો હતો. નીટ-યુજી માટે 8-2-2018થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું જણાવવામાં આવેલ છે. આ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 9-3-2018 છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 1400 રૂપિયા અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફી 750 રૂપિયા છે. ગુજરાતમાં એમબીબીએસની 4000 જેટલી બેઠકો છે

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close