દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા

દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું બુધવારની રાત સુધીમાં ત્રાટકવાની શક્યતા છે. ભારે વરસાદ સાથે 90 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર દમણ વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. જોકે, આ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતમાં આવે ત્યારે ઘટી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે.  

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા

ઝી મીડિયા/બ્યૂરો :દક્ષિણ પૂર્વ અને આસપાસના પૂર્વીય ક્ષેત્ર અરબ સાગર અને લક્ષદ્વીપમાં ઓછું દબાણ સર્જાયું છે. આગામી 24 કલાક દરમિયાન આ દબાણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે, અને તે ભારે ચક્રવાતમાં પરિણમશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડું બુધવારની રાત સુધીમાં ત્રાટકવાની શક્યતા છે. ભારે વરસાદ સાથે 90 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 3 જૂનના રોજ સાંજે અથવા રાત્રે ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર દમણ વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે. જોકે, આ વાવાઝોડાની તીવ્રતા ગુજરાતમાં આવે ત્યારે ઘટી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે.  

રાજકોટ રેલવેએ એક જ વિકમાં મુસાફરોના 2.22 કરોડ રિફંડ કર્યાં  

વાવાઝોડાને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3 થી 5 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે. જોકે, ગુજરાતમાં 31 મેથી જ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન દક્ષિણ પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન છે. ત્યારે આ વાવાઝોડું બુધવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન સાથે વરસાદ લાવી શકશે. 

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
ગુજરાતમાં 3 થી 5 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં 3 જૂનના રોજ દક્ષિણ ગુજરાત, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને દીવમાં વરસાદની શક્યતા છે. તો 4 જૂનના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ નોંધાશે. 5 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદ ત્રાટકી શકે છે. 

વાવાઝોડની અસરના લેટેસ્ટ અપડેટ... 

  • ગીર સોમનાથમાં નિસર્ગ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં NDRFની 12 ટીમ આજે મોડી રાતે પહોંચી જશે. વેરાવળમાં ગત મોડી રાતે 28 જવાનના સ્ટાફ સાથે NDRF ની ટીમ પહોંચી ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી જિલ્લાના બંદરો પર સાંજ સુધીમાં ટીમ પહોંચશે. 
  • અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. બાયડ અને માલપુર તાલુકામાં રાત્રે ભારે વરસાદ નોંધાયો છે. આ કારણે બાયડ તાલુકામાં બાજરીના પાકને વ્યાપક નુકશાન થયું છે. બાજરીનો ઉભો પાક આડો પડી ગયો હોવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. વાવાઝોડાની અસરના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. 
  • નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વાંસદા તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
  • મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તાર છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. જોકે, ભારે બફારા બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી છાંટા પડતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news