હનીટ્રેપ: લાલચ આપી માતા પુત્રીએ મળીને ઘડ્યો સરપંચને લૂટવાનો પ્લાન

રાજકોટમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. પૂજા ભટ્ટી, ચાર્મી ડોડીયા, ક્રિષ્ના ડોડીયા નામની યુવતીઓ લાલચ આપીને રૂપિયા પડાવતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

 હનીટ્રેપ: લાલચ આપી માતા પુત્રીએ મળીને ઘડ્યો સરપંચને લૂટવાનો પ્લાન

રાજકોટ: રાજકોટમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. પૂજા ભટ્ટી, ચાર્મી ડોડીયા, ક્રિષ્ના ડોડીયા નામની યુવતીઓ લાલચ આપીને રૂપિયા પડાવતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. યુવતીએ પૂર્વ સરપંચ હંસરાજ પાટીલ પાસેથી યુવતીઓએ 1 લાખની ખંડણી માગી હતી. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.

જાડિયા ગામના હંસરાજભાઇ પેટલ નામના પૂર્વ સરપંચ પાસેથી માતા-પુત્રી સહિત ત્રણ યુવતીઓએ 1 લાખની ખંડણી માંગી હતી. જો કે તેણે પોલીસ ફરિયાદ કરતા પ્રધ્યુમનનગર પોલીસે પૂજા ભટ્ટી, ક્રિષ્નાબા ડોડિયા અને તેની પુત્રી ચાર્મીબા ડોડિયાને ઝડપી ગુનો દાખલ કર્યો છે. આ યુવતીઓ લાલચ આપી મીઠી વાતો કરી લૂંટ ચલાવતી હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. 

Rajkot

મળતી માહિતી મુજબ ફરિયાદી પાસેથી 19,500 રૂપિયા અને 20 હજારની કિંમતના બે મોબાઇલ એક વાહન સહિત 69,500નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ત્રણેય યુવતીઓ પૈસા મળે તેની આજુબાજુ હરી ફરીને મીઠી વાતો કરી પૈસા કેમ પડાવાવા લૂંટ કેમ કરવી તેના કિમીયા કરતી. આ અગાઉ પણ કોની પાસે કેટલા રૂપિયા પડાવ્યા તેની પૂછપરછ ચાલુ છે. રિમાન્ડ દરમિયાન વધુ વિગતો બહાર આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news