ધોરાજીની ભાદર નદીના પુલનો ભાગ ધરાશાહી, એકનું મોત અને 2 ને ઇજા

ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે મજૂરને ગંભીર ઇજા પહોંચી છે. તો અન્ય મજૂર અને લોકો કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ધોરાજીની ભાદર નદીના પુલનો ભાગ ધરાશાહી, એકનું મોત અને 2 ને ઇજા

ધોરાજી: ધોરાજીની ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ તૂટી જવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે મજૂરને ગંભીર ઇજા પહોંચી છે. તો અન્ય મજૂર અને લોકો કાટમાળમાં દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટના દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

ધોરાજીની ભારદ નદી પરના જૂના પુલમાં રીપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા અને કાટમાળમાં ફસાયેલા લોકની તાત્કાલીક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે સાથે સાથે તંત્ર અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી જોડાઇ ગયા હતા.

ભાદર નદી પરનો જૂના પુલનો ભાગ તૂટી પડતા અન્ય બે મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અન્ય મજૂરો અને લોકો આ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ અને તંત્ર દ્વારા પુલના કાટમાડમાં અન્ય લોકો ફસાયા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news