અહો આશ્ચર્યમ! કાર અને સાઈકલની ટક્કરમાં કારને થયું નુકસાન, જૂઓ વીડિયો
કાર અને સાઈકલ વચ્ચે થયેલા આ ભીષણ અકસ્માતમાં સાઈકલ ચાલકને કે તેની સાઈકલને જરા પણ નુકસાન થયું નહીં, જ્યારે કારનું બમ્પર તુટી ગયું
Trending Photos
શેનઝેનઃ ચીનના શેનઝેન શહેરમાં એક વિચિત્ર સડક દુર્ઘટના જોવા મળી છે. આ દુર્ઘટનામાં એક સાઈકલ સામેથી તેજ ગતિમાં આવતી કારના બોનેટ સાથે અથડાઈ. આશ્ચર્ય એ વાતનું છે કે, આ અકસ્માતમાં સાઈકલ સવાર કે સાઈકલને જરા પણ નુકસાન થયું નહીં, જ્યારે કારનું બમ્પર તુટી ગયું.
આ દુર્ઘટના કથિત રૂપે સાઈકલ ચાલકના કારણે સર્જાઈ હતી. જેમાં તે ખોટી દિશામાં સાઈકલ ચલાવીને આવી રહ્યો હતો. તેને કોઈ પણ પ્રકારની ગંભીર ઈજા પહોંચી નથી. આ દરમિયાન પોલીસે એ અનુમાનોનું ખંડન કર્યું છે, જેમાં એવું કહેવાતું હતું કે દુર્ઘટનાના વાયરલ થયેલા ફોટો નકલી છે. પોલીસે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, સાચે જ આવો અકસ્માત સર્જાયો છે.
"આ સાઈકલ કઈ વસ્તુથી બનેલી છે?" આ સવાલ વાયરલ થઈ રહેલા ફોટા બાદ દરેક વ્યક્તિ પુછી રહ્યો છે. તેના અંગે યુઝર્સ પણ જાત-જાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેસબુક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, "નોકિયા હવે સાઈકલ પણ બનાવે છે?" બીજાએ લખ્યું છે કે, "મારે આ સાઈકલ જોઈએ છે."
અન્ય દુર્ઘટનામાં ડ્રાઈવરનો થયો હતો ચમત્કારિક બચાવ
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સીસીટીવીમાં કેદ થયેલા એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો. સ્લોવાકિયા પોલિસ તરફથી બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં એક બીએમડબલ્યુ કાર ફૂલ સ્પીડમાં બરફવાળી સડક પર લપસીને ડિવાઈડર પર ચડી જાય છે અને પછી ફિલ્મી સ્ટાઈલમાં ઉછળીને સીધી જ આગળ રહેલી ટનલમાં ભટકાઈને નીચે પડે છે.
આ દુર્ઘટના સમયે કારમાંથી તિખારા ઉડ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પણ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. ફેસબુક પર આ વીડિયો અત્યાર સુધી લાખો યુઝર્સ જોઈ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે