વડોદરામાં પાણીગેટ અને વાડી વિસ્તાર બેરિકેટિંગ કરવાના આદેશ

શહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમિત થયેલા પાણીગેટ અને વાડી વિસ્તારની પોલીસ કમિશ્નરે મુલાકાત લીધી હતી. પોલીસ કમિશ્નરે કોરોના સંક્રમિત વિસ્તારમાં બેરીકેટીગ અને પતરા લગાવી કકડ રીતે અમલ થયા અને સંક્રમિત વિસ્તારના લોકો બહાર ન આવે તે માટે કડક હાથે કામ લેવા અધિકારીઓને સુચનાઓ આપી હતી

વડોદરામાં પાણીગેટ અને વાડી વિસ્તાર બેરિકેટિંગ કરવાના આદેશ

રવિ અગ્રવાલ, વડોદરા: શહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમિત થયેલા પાણીગેટ અને વાડી વિસ્તારની પોલીસ કમિશ્નરે મુલાકાત લીધી હતી. પોલીસ કમિશ્નરે કોરોના સંક્રમિત વિસ્તારમાં બેરીકેટીગ અને પતરા લગાવી કકડ રીતે અમલ થયા અને સંક્રમિત વિસ્તારના લોકો બહાર ન આવે તે માટે કડક હાથે કામ લેવા અધિકારીઓને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ કરવાના આદેશ પણ આપ્યા હતા. જો કે, ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યાં હતા.

11 વિસ્તારો રેડ ઝોનમાંથી હટાવ્યાં
વડોદરા પાલિકાએ 11 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવ્યાં છે. કોરોનાના કેસ મળતા તંત્રએ આ વિસ્તારોને રેડ ઝોનમાં મૂક્યા હતાં. 11 વિસ્તારોને હવે ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. કોરોનાના પોઝિટિવ કેસ ન આવતા આ નિર્ણય લેવાયો છે. વડોદરાના હજુ પણ 59 વિસ્તારો રેડ ઝોનમાં છે.

કોરોના સામે લડવા માટે કેન્દ્રની ટીમ
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સામે લડવા માટે કેન્દ્રએ 20 શહેરોમાં ટીમો મોકલી છે. આ 20 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદ, સુરત અને વડોદરા. કેન્દ્રીય પબ્લિક હેલ્થ ટીમ સંકલન કરશે. કોરોના સામેની લડતમાં આ ટીમો સ્થાનિક તંત્રને મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news