રાજકોટ: લોકડાઉનમાં પોલીસકર્મીએ પાન મસાલાની દુકાન ખોલાવી, CCTV ફૂટેજ સામે આવ્યાં, તપાસના આદેશ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયું છે. જો કે ઝોન પ્રમાણે છૂટછાટ અપાઈ છે. આ બધા વચ્ચે 29મી તારીખે રાજકોટમાં પોલીસ જવાને પ્રતિબંધિત પાન, માવા અને સિગરેટની દુકાન ખોલાવીને વસ્તુ લીધી હોવાનો મામલો ગરમાયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ ખાતાકીય કાર્યવાહી થાય તેવી શક્યતા છે. 

રાજકોટ: લોકડાઉનમાં પોલીસકર્મીએ પાન મસાલાની દુકાન ખોલાવી, CCTV ફૂટેજ સામે આવ્યાં, તપાસના આદેશ

રક્ષિત પંડ્યા, રાજકોટ: હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 શરૂ થઈ ગયું છે. જો કે ઝોન પ્રમાણે છૂટછાટ અપાઈ છે. આ બધા વચ્ચે 29મી તારીખે રાજકોટમાં પોલીસ જવાને પ્રતિબંધિત પાન, માવા અને સિગરેટની દુકાન ખોલાવીને વસ્તુ લીધી હોવાનો મામલો ગરમાયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. પોલીસ કમિશનરે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ ખાતાકીય કાર્યવાહી થાય તેવી શક્યતા છે. 

લોકડાઉનમાં પાન મસાલાની દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે. આવામાં પોલીસ જવાન દ્વારા આ રીતે દુકાન ખોલાવીને વસ્તુઓ લેવાનો મામલો ગંભીર ગણાય. જેમના પર લોકડાઉનનું પાલન કરાવવાની જવાબદારી છે તેઓ જ જો લોકડાઉનના ધજાગરા ઉડાવે તો બીજાનું શું કહેવું. પોલીસ કમિશનરે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે રાજકોટનો સમાવેશ પણ રેડ ઝોનમાં છે. રેડ ઝોનમાં હાલ લોકડાઉનનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં કોરોનાના 58 કેસ છે અને જંગલેશ્વર વિસ્તાર તો જાણે કોરોનાનું હોટસ્પોટ છે. કોરોનાના કારણે રાજકોટમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાલ કોરોનાની વાત કરીએ તો કોરોના વાયરસના 5428 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 290 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 1042 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news