ત્ર્યંબકેશ્વર મંદિરમાં રચાયું હતું પેપર લિક કરવાનું પ્લાનિંગ, દિલ્હીના ગુજરાતીનો શું છે રોલ?

એલઆરડી પેપરલીક કાંડમાં હાલ જે લોકોની પૂછપરછ કરાઈ રહી છે, તેમાં સામે આવ્યું છે કે, પેપર લીક કરવાનો પ્લાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘડાયો હતો. જ્યારે કે દક્ષિણ ભારતના એક શહેરમાં તેનું પ્રિન્ટીંગ થયું હતું. આ કામમાં વોટ્સએપ પર 20 લોકોનું ગ્રૂપ બનાવાયું હતં, જેમાં પીવી પટેલે રૂપલને પણ ગ્રૂપમાં એડ કરી હતી. 

ત્ર્યંબકેશ્વર મંદિરમાં રચાયું હતું પેપર લિક કરવાનું પ્લાનિંગ, દિલ્હીના ગુજરાતીનો શું છે રોલ?

ગુજરાત : લોકરક્ષક પેપરલીક કાંડ માટે સતત નવા નવા અપડેટ્સમાં નવા નવા કૌભાંડો ખુલી રહ્યાં છે. ત્યારે આ કૌભાંડનો છેડો સીધો જ દિલ્હી પહોંચ્યો છે. એક તરફ આરોપીઓમાં ત્રણ ભાજપીઓના નામ ખૂલવા એ ભાજપ માટે મોટો આંચકો હતો, તો બીજી તરફ કૌભાંડનું પગેરુ દિલ્હીના એક ગુજરાતી સુધી પહોંચી ગયું છે. એક તરફ આરોપી યશપાલસિંહ સોલંકી ફરાર છે, ત્યાં બીજી તરફ નવા નામો ખૂલવાની શંકાએ અનેકોના જીવ તાળવે ચોંટ્યા છે. હાલ દિલ્હીમાં રહેતા મૂળ ગુજરાતની પૂછપરછ કરાઈ રહી છે. તેમજ અન્ય પાંચથી 6 લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે. 

ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘડાયો હતો પ્લાન
એલઆરડી પેપરલીક કાંડમાં હાલ જે લોકોની પૂછપરછ કરાઈ રહી છે, તેમાં સામે આવ્યું છે કે, પેપર લીક કરવાનો પ્લાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘડાયો હતો. જ્યારે કે દક્ષિણ ભારતના એક શહેરમાં તેનું પ્રિન્ટીંગ થયું હતું. આ કામમાં વોટ્સએપ પર 20 લોકોનું ગ્રૂપ બનાવાયું હતં, જેમાં પીવી પટેલે રૂપલને પણ ગ્રૂપમાં એડ કરી હતી. 

પેપરલીક કેસમાં હાલ ચાર આરોપીઓ પકડાયા છે. પણ હજુ ઘણાં સવાલ એવા છે, જેનો જવાબ નથી મળ્યો. પેપર લીક દિલ્હીથી થયું. આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાતો યશપાલ પરીક્ષાનાં એક દિવસ અગાઉ દિલ્હી ગઈ અને જવાબો લખેલી ચબરખી લઈ વડોદરા આવ્યો હતો. હાલ પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ એ શોધવાની છે કે, લોકરક્ષક ભરતીની પરીક્ષાનાં જવાબો દિલ્હી કઈ રીતે પહોંચ્યાં. યશપાલ ખૂબ નાનો વ્યક્તિ છે. પેપરનાં જવાબો દિલ્હીથી લાવવા અને પછી 5-5 લાખમાં સોદો કરવા જેવાં મોટા કામ આ વ્યક્તિ એકલા હાથે કરતો હોય તે માની શકાય તેમ નથી. બની શકે યશપાલ માત્ર પ્યાદું હોય, અથવા કોઈનાં ઈશારે કામ કરતો હોય. જો આવું હશે તો ચોક્કસપણે યશપાલ પાછળ કોઈ મોટા માથાની સંડોવણી હશે જ. ત્યારે આવા અનેક સવાલનો વમળ આગળ આ કેસ અટવાયેલો છે. 

પેપરલીક મામલે એટીએસ ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત બહાર બંને એજન્સીઓની ટીમની તપાસ થશે. દિલ્હીમાં જોડાયેલા આરોપીઓ હાથવેંત દૂર છે. એજન્સી કે અન્ય કોઈ વ્યક્તિ સાથેના સંપર્કને લઈને તપાસ કરવામાં આવી રહી છે. યશપાલ સોલંકીના સંપર્કને લઈને પણ તપાસ ચાલી રહી છે. દિલ્હીમાં પેપરલીક કંઈ રીતે થયુ તે હજુ એક કોયડો છે. આરોપી સકંજામાં આવ્યા બાદ રહસ્ય ખૂલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news