પાસના નેતા દિલીપ સાબવાએ લલિત વસોયા અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પાસ નેતા દિલીપ સાબવાએ આજે પત્રકાર પરિષદ કરી હાર્દિક પટેલ અને પાસને આડે હાથ લીધા હતા સાથે જ કોંગ્રેસ પક્ષ વિરુધ્ધ આક્ષેપો લગાવ્યા હતા. દિલીપ સાબવાએ મા ઉમા ખોડલના સોંગન ખાઈ પત્રકાર પરિષદ કરતા કહ્યું કે, 'પાટીદાર સમાજ વેદના સાથે અનામતની માંગ કરતો હતો આજે તેને 10 ટકા આર્થિક અનામત મળી છે.
 

પાસના નેતા દિલીપ સાબવાએ લલિત વસોયા અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

રક્ષિત પંડ્યા/રાજકોટ: પાસ નેતા દિલીપ સાબવાએ આજે પત્રકાર પરિષદ કરી હાર્દિક પટેલ અને પાસને આડે હાથ લીધા હતા સાથે જ કોંગ્રેસ પક્ષ વિરુધ્ધ આક્ષેપો લગાવ્યા હતા. દિલીપ સાબવાએ મા ઉમા ખોડલના સોંગન ખાઈ પત્રકાર પરિષદ કરતા કહ્યું કે, 'પાટીદાર સમાજ વેદના સાથે અનામતની માંગ કરતો હતો આજે તેને 10 ટકા આર્થિક અનામત મળી છે.

25 ઓગસ્ટના પાટીદાર ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં 3 હજાર આંદોલનકારીઓ જોડાયા હતા. જે આજે બેઘર બન્યાનો આરોપ લગાવ્યો હતો તેમજ આ આંદોલનમાં આંદોલનકારીઓએ જ કાંકરીચાળા કરાવ્યાના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી સમયે આંદોલન કારીઓએ કોંગ્રેસને સપોર્ટ કર્યો પરંતુ કોંગ્રેસ પક્ષે જ પાટીદાર સમાજને બરબાદ કરી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, આ તકે દિલીપ સાબવા એ પોરબંદર અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને લલિત કગથરા પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, લલિત વસોયા અને લલિત કહથરાએ સમાજના યુવાનોને મહેફિલ કરતા કરી દીધા છે અને દારુના નશામાં ડૂબાવી દીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news