'મમ્મી-પપ્પા મને માફ કરજો, મેં તમારા 15 લાખ બગાડ્યા...', વિદેશમાં અભ્યાસ માટે ગયેલા પાટણના યુવકે કર્યો આપઘાત

વિદેશમાં યુવકોને અભ્યાસ અર્થે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામનો 23 વર્ષીય યુવક મીત પટેલ લંડન અભ્યાસ અર્થે ગયો હતો.

'મમ્મી-પપ્પા મને માફ કરજો, મેં તમારા 15 લાખ બગાડ્યા...', વિદેશમાં અભ્યાસ માટે ગયેલા પાટણના યુવકે કર્યો આપઘાત

ઝી બ્યુરો/પાટણ: લાલચ બુરી બલા, પણ અહીં તો એવી સ્થિતિ છે કે તમારો મોહ કે લાલચ તમને મૃત્યુ તરફ દોરી જાય છે. વિદેશ જવાના અભરખા અનેકવાર મોંઘા પડી રહ્યા છે. આવા એક નહીં અનેક કિસ્સા સામે આવ્યા છે. કોઈકને મોતને ઘાટ ઉતારવામાં આવે છે તો કોઈકને અનૈતિક પ્રવૃતિ સાથે જોડી દેવામાં આવે છે, તો કોઈ આપઘાત કરી લે છે. ત્યારે વિદેશમાં વસવાટ કરવાના સપનાઓમાં પાટણમાં એક પરિવારનો ચિરાગ બુઝાઈ ગયો છે. જી હા...વિદેશમાં અભ્યાસ માટે ગયેલ પાટણના એક યુવાનનું આકસ્મિક મોતના સમાચારથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વિદેશમાં યુવકોને અભ્યાસ અર્થે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામનો 23 વર્ષીય યુવક મીત પટેલ લંડન અભ્યાસ અર્થે ગયો હતો. પરંતુ કોઈ કારણોસર આપઘાત કર્યો હતો. યુવકનું શંકાસ્પદ મોતની જાણ પરિવારને થતા પરિવાર પર આભ ફાટ્યું છે. ખેડૂત પુત્ર મિત પ્રવીણભાઈ પટેલ (ઉંમર.23)નો પાંચ દિવસથી સંપર્ક તૂટ્યો હતો. ત્યારબાદ એકાએક મીતના શંકાસ્પદ મોતની જાણ થતાં પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

'મે તમારા 15 લાખ બગાડ્યા મને માફ કરજો'
જાણવા મળી રહ્યું છે કે, મીત પટેલે લંડનમાં આપઘાત પહેલા એક ઓડિયો બનાવ્યો હતો. જેમાં મીત પટેલે પોતે ફસાયો હોવાનો દાવો કર્યો હતો. મીતે આપઘાત પહેલા માતા-પિતાની માફી માંગી હતી. મીત પટેલે કહ્યું હતું કે, મમ્મી પપ્પા મેં તમારા 15 લાખ બગાડ્યા મને માફ કરજો. મીતે વધુમાં જણાવ્યું હતું કે, હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી.

ઉલ્લેખનીય છે કે, કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા વધી છે.  2022થી આ પ્રમાણ વધ્યું છે.  2022થી કેનેડાથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં 8 ગણો વધારો થયો છે. 2022માં 6 હજાર 400થી વધુ લોકો ક્યુબેક કે ઓન્ટારિયો થઈ ન્યૂયોર્ક ગયા હતા. કેનેડામાં હિમવર્ષાનો માહોલ હોય ત્યારે એજન્ટ મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. મેક્સિકો-અમેરિકા વચ્ચે ટ્રમ્પ વોલ બની છે જ્યાંથી લોકો અમેરિકામાં ઘૂસે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news