કોરોનાથી બચવા ઉકાળા બાદ હવે આવ્યો આયુર્વેદિક આઈસ્ક્રીમ, જેને ખાવાથી થશે આ ફાયદો

કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો ઠંડાપીણા બંધ કરી કોરોના થઈ બચવા માટે આયુર્વેદિક ઉકાળા પીતા થઈ ગયા હતા અને છેલ્લા ચાર મહિનાથી લોકોએ આઈસ્ક્રીમ ખાધો જ ન હતો. જો કે, વડોદરામા હવે આયુર્વેદિક આઈસ્ક્રીમ બનાવવામા આવ્યો છે. જી હા અમે આયુર્વેદિક આઈસ્ક્રીમની જ વાત કરી રહ્યા છીએ.
કોરોનાથી બચવા ઉકાળા બાદ હવે આવ્યો આયુર્વેદિક આઈસ્ક્રીમ, જેને ખાવાથી થશે આ ફાયદો

રવિ અગ્રવાલ, વડોદરા: કોરોના વાયરસના કહેર વચ્ચે લોકો ઠંડાપીણા બંધ કરી કોરોના થઈ બચવા માટે આયુર્વેદિક ઉકાળા પીતા થઈ ગયા હતા અને છેલ્લા ચાર મહિનાથી લોકોએ આઈસ્ક્રીમ ખાધો જ ન હતો. જો કે, વડોદરામા હવે આયુર્વેદિક આઈસ્ક્રીમ બનાવવામા આવ્યો છે. જી હા અમે આયુર્વેદિક આઈસ્ક્રીમની જ વાત કરી રહ્યા છીએ.

વડોદરામાં જનતા આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકોએ લોકોની હ્યુમીનીટી પાવર વધે તેવા ઔષધિય વસ્તુનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે. વડોદરામાં આયુર્વેદિક આઈસ્ક્રીમ અને થીકશેકનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યુ. આદુ, આમળા, ફુદીનો, ઈલાયચી, તજ, લવિગ, કાળા મરી, મધ, બદામ, હળદરનો ઉપયોગ કરવામા આવ્યો છે.

વડોદરામાં શરૂ થયેલા આયુર્વેદિક આઈસ્ક્રીમ ખાવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને કોરોનાના ભયના બદલે કોરોના સામે લડવા હ્યુમીનીટી પાવર વધારવા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. દુકાન માલિક ભરત શાહે દાવો કર્યો છે કે, આયુર્વેદિક આઈસ્ક્રીમ હ્યુમીનીટી પાવર વધારે છે. છેલ્લા 20 દિવસથી શરૂ કરી છે. લોકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news