ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો
Trending Photos
ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચમાં નર્મદા કાંઠે આવેલ દશાશ્વમેઘ ઘાટ પરના શાંતિવન સ્માશન ગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલ નિવૃત્ત પોલીસ કર્મચારીના મૃતદેહની અંતિમ ક્રિયાનો વિરોધ કરાયો હતો. આજે સતત બીજા દિવસે સ્થાનિક લોકોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. આખરે નર્મદા નદી કિનારે મૃતકની દફનવિધિ કરવાનો સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર મૃતકના અગ્નિદાહ માટે તૈયાર ન થયો. વહીવટી તંત્રએ વચ્ચેનો રસ્તો કાઢી હાલ પૂરતો વિવાદ સંકેલ્યો છે. આમ અન્ય એક કોરોનાગ્રસ્ત દર્દીને નર્મદા નદી કિનારે અંતિમ સંસ્કાર અપાશે.
મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે
ભરૂચમાં કોરોનાગ્રત દર્દીની અંતિમક્રિયાનો વિવાદ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. ભરૂચ તેમજ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સ્મશાન આવ્યું હોવાથી લોકોનો વિરોધ સામે આવ્યો છે. પોલીસ અને તંત્રની ટીમે લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા છતાં સ્થાનિક લોકો કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર શાંતિવન સ્માશન ગૃહમાં કરવા માન્યા ન હતા. આમ, સતત બીજા દિવસે ભરૂચ તેમજ અંકલેશ્વરના સ્મશાનગૃહ પર વિરોધ થતા મૃતદેહના અંતિમ સંસ્કાર શક્ય ન બની શક્યા હતા.
વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો
બન્યું એમ હતું કે, અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે બપોરે એક નિવૃત્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્ધના મોત બાદ તેઓના અંતિમ સંસ્કાર માટે તેઓને ભરૂચ ખાતેના દશાશ્વમેઘ ઘાટ પાસે લઈ જવાયા હતા. પરંતુ સ્થાનિકોએ કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર અહીં કરવાની મનાઈ ફરમાવી હતી. સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમજાવવા છતા પણ તેઓ અહી અંતિમ સંસ્કાર કરવા માન્યા ન હતા. જોકે, સ્થિતિ વધુ વણસે નહિ તે માટે મૃતદેહને અંકલેશ્વરના રામકુંડ સ્મશાન ગૃહમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં પણ સ્થાનિક લોકોએ અંતિમક્રિયાનો વિરોધ દર્શાવ્યો હતો. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીને અહી અંતિમ સંસ્કાર નહિ કરવા દેવાય તેવો લોકોનો મત હતો.
બે શહેરોમાં વિરોધ બાદ આખરે મૃતદેહને કોવિડ-19 હોસ્પિટલમાં પરત મોકલી દેવાયો હતો. આજે બીજા દિવસે પણ લોકો ન માનતા તંત્ર અવઢવમાં મૂકાયું હતું. જોકે, બાદમાં નર્મદા નદી કાંઠે અંતિમક્રિયા કરવાનો નિર્ણય કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે