‘સાહેબ, RTOના નવા નિર્ણયોનો હેતુ સારો છે, પણ સાઈટ પર ટેકનિકલ એરર આવે છે એનું શું...?’

રાજ્યમાં ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો રાજ્ય સરકારે (Gujarat government) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે 25 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ થશે. વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો હવે ઓનલાઈન ફી ચૂકવી શકશે. તો RTOની મોટાભાગની તમામ કામગીરી ઓનલાઈન કરી શકાશે. 25 તારીખથી જ 16 ચેકપોસ્ટ પર કર અને ફી વસૂલાતની કામગીરી બંધ થશે. અને રાજ્યની 221 ITIમાં કાચાં લાયસન્સ (Licence) ની પ્રક્રિયા પણ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઓની 7 કામગીરી ઓનલાઈન કરી શકાશે. આ તમામ નિર્ણયો વિશે ગુજરાતની જનતા શું માને છે તે વિશે ઝી 24 કલાકની ટીમે લોકો સાથે વાત કરી હતી. જેમાં તેઓએ કંઈક અલગ જ જણાવ્યું હતું.
‘સાહેબ, RTOના નવા નિર્ણયોનો હેતુ સારો છે, પણ સાઈટ પર ટેકનિકલ એરર આવે છે એનું શું...?’

અમદાવાદ :રાજ્યમાં ચેકપોસ્ટ (Checkpost) નાબૂદ કરવાનો રાજ્ય સરકારે (Gujarat government) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે 25 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ થશે. વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો હવે ઓનલાઈન ફી ચૂકવી શકશે. તો RTOની મોટાભાગની તમામ કામગીરી ઓનલાઈન કરી શકાશે. 25 તારીખથી જ 16 ચેકપોસ્ટ પર કર અને ફી વસૂલાતની કામગીરી બંધ થશે. અને રાજ્યની 221 ITIમાં કાચાં લાયસન્સ (Licence) ની પ્રક્રિયા પણ 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઓની 7 કામગીરી ઓનલાઈન કરી શકાશે. આ તમામ નિર્ણયો વિશે ગુજરાતની જનતા શું માને છે તે વિશે ઝી 24 કલાકની ટીમે લોકો સાથે વાત કરી હતી. જેમાં તેઓએ કંઈક અલગ જ જણાવ્યું હતું.

ગુજરાતમાં અનેક વાહન ચાલકોએ જણાવ્યું કે, આ નિર્ણય તો સારો છે, પણ આરટીઓની સાઈટ તથા એપ્લિકેશન પર ટેકનિકલ એરર આવે છે તેનું શું. એક વાહન ચાલકે જણાવ્યું કે, આરટીઓની એપ્લિકેશન પૂરતી નથી. વારંવાર લોડિંગ થાય છે. કલાકો સુધી મથવુ પડે છે. ફોર્મ ખૂલતુ નથી. એટલે લોકો એજન્ટની વાટ પકડે છે. તો અન્ય એક મહિલાએ કહ્યું કે, અમારા જેવા નોકરિયાત વર્ગના લોકો માંડ સમય કાઢીને સાઈટ પર કામ કરવા બેસીઓ તો તેમાં એરર આવે છે. આમ, ગુજરાતના અનેક નાગરિકોએ સરકારના આ નિર્ણયને તો આવકાર્યો, પણ સાથે જ સરકારી સાઈટમાં આવતી ટેકનિકલ ખામી વિશે પણ સ્પષ્ટતા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 16 આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાનો આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આગામી 20 નવેમ્બરથી ગુજરાતની તમામ 16 આરટીઓ ચેકપોસ્ટ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાશે. હવેથી તમામ આરટીઓની કામગીરી ઓનલાઈન કરાશે. તેમજ વાહન ચાલકો હવેથી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાનું વાહન કોઈપણ પ્રકારની રોકટોક વગર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારને દર વર્ષે આરટીઓ ચેકપોસ્ટ પરથી 300 -350 કરોડ જેટલી આવક થતી હતી. બનાસકાંઠાના અમીરગઢ, ગુંદરી અને ખોડા ચેકપોસ્ટ પરથી સરકારને 50 કરોડ જેટલી વાર્ષિક આવક થતી હતી. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને વાહન ચાલકો કોઈ પણ પ્રકારની રોકટોક વગર પોતાનો સમય બગડ્યા વગર આરટીઓ પરથી પસાર થઈ શકે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news