'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે રાફેલ ડીલ (Rafale Deal) મામલે ચુકાદો આપતા પુર્નવિચારણાની અરજીઓ ફગાવી દીધી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાફેલ ડીલ મામલે જે હોબાળો મચાવ્યો હતો અને 'ચોકીદાર ચોર હૈ કેમ્પેઈન' ચલાવ્યું હતું તે તદ્દન ખોટું હતું. ઝી ન્યૂઝ પર આજે રાતે 9 વાગે ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ (DNA) કાર્યક્રમમાં રાફેલ ડીલ પર વિપક્ષના જૂઠ્ઠાણાનો સુપ્રીમ કોર્ટેમાં જે રીતે પર્દાફાશ થયો તે અંગે વિશેષ અહેવાલ રજુ થશે. જે જોવાનું ભૂલતા નહીં. 

'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે રાફેલ ડીલ (Rafale Deal) મામલે ચુકાદો આપતા પુર્નવિચારણાની અરજીઓ ફગાવી દીધી છે. આ સાથે જ સીબીઆઈ તપાસ (CBI) માટે પણ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. આ કેસ સંલગ્ન રાહુલ ગાંધી (Rahul Gandhi) મામલે પણ કોર્ટે તેમનું માફીનામું સ્વીકારી લીધુ છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટના અનાદરનો કેસ હવે બંધ થઈ ગયો છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીમાં મોટું પદ સંભાળે છે. તેમણે નિવેદન આપતી વખતે સાવધાની રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટેના આ ચુકાદાથી એ વાત સાબિત થાય છે કે વિપક્ષે અને ખાસ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે રાફેલ ડીલ મામલે જે હોબાળો મચાવ્યો હતો અને 'ચોકીદાર ચોર હૈ કેમ્પેઈન' ચલાવ્યું હતું તે તદ્દન ખોટું હતું. ઝી ન્યૂઝ પર આજે રાતે 9 વાગે ડેઈલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ (DNA) કાર્યક્રમમાં રાફેલ ડીલ પર વિપક્ષના જૂઠ્ઠાણાનો સુપ્રીમ કોર્ટેમાં જે રીતે પર્દાફાશ થયો તે અંગે વિશેષ અહેવાલ રજુ થશે. જે જોવાનું ભૂલતા નહીં. 

સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલમાં ચુકાદો અપાયો ત્યારબાદ ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરી (Sudhir Chaudhary)એ આજે બપોરે ફેસબુક લાઈવ દ્વારા રાફેલ ડીલ પરના ખાસ કાર્યક્રમની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કઈ રીતે દેશભરમાં રાફેલ ડીલ અંગે જૂઠ્ઠાણા ચલાવવામાં આવ્યાં. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા ચોકીદાર ચોર હૈનું કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું જરાય લાગ્યું નથી. 

જુઓ LIVE TV

સુધીર ચૌધરીએ કહ્યું કે આજના આ ફેક ન્યૂઝ(Fake News)ના જમાનામાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર કે દલાલી એ ભારતના ઈતિહાસના સૌથી મોટી ફેક ન્યૂઝ છે. રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર એ ફેક ન્યૂઝ છે. ખોટા સમાચાર છે. આજકાલ ફેક ન્યૂઝનો આરોપ લગાવવો એ લોકોનો શોખ બની ગયો છે. કેટલાક લોકોએ આ આરોપો પર વિશ્વાસ કર્યો હશે અને કોંગ્રેસને મત આપ્યો હશે. રાહુલ ગાંધી પર વિશ્વાસ કર્યો હશે. સોશિયલ મીડિયા પર આ ફેક ન્યૂઝને કેટલું મહત્વ મળ્યું તે પણ તેમણે જણાવ્યું. તેમણે ફેક ન્યૂઝના વધતા પ્રભાવ અંગે લોકોને ચેતવતા  કહ્યું કે ગોટાળો ત્યાં નહીં પરંતુ ન્યૂઝમાં થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news