સુરત કેબલ બ્રિજનું ઉદ્ધાટન માટે નહીં આવે પીએમ મોદી, PMO આફિસમાંથી મળ્યો આ જવાબ

કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકાએ તાપી નદી પર ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ બ્રિજ બનાવ્યો છે. અનેક વિવાદો બાદ આ બ્રિજ તૈયાર થઇ ગયો છે.

સુરત કેબલ બ્રિજનું ઉદ્ધાટન માટે નહીં આવે પીએમ મોદી, PMO આફિસમાંથી મળ્યો આ જવાબ

તેજસ મોદી/ સુરત: કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકાએ તાપી નદી પર ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ બ્રિજ બનાવ્યો છે. અનેક વિવાદો બાદ આ બ્રિજ તૈયાર થઇ ગયો છે. આ બ્રિજના ઉદ્ધાટન માટે પીએ મોદીને મેયર જગદીશ પટેલ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ પીએમ મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવશે નહીં. મેયર જગદીશ પટેલ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણનો PMO ઓફિસમાંથી જવાબ આવ્યો છે. જેમાં લખ્યું હતું કે હાલ પીએમ મોદી તેમના કામમાં વ્યસ્ત છે. અને આગામી લોકસભા ચૂંટણીને લઇને વ્યસ્ત શિડ્યૂલ હોવાથી તેઓ બ્રિજના ઉદ્ધાટનામાં આવી શકશે નહીં.

આ બ્રિજ બનાવવા માટે થયો હતો ભારે વિવાદ
બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે, તો અનેક બ્રિજ બની રહ્યા છે. ત્યારે અડાજણ-અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું થોડા દિવસો પહેલા જ કામ પૂર્ણ થઇ ચુક્યું છે. જોકે આ બ્રિજ વર્ષોની રાહ જોયા બાદ તૈયાર થયો છે તો સાથે વિવાદ પણ તેની સાથે એટલા જ જોડાયેલો છે. ત્યારે જાહેર જનતાને પડી રહેલી મુશ્કેલીઓને જોતા બે દિવસ અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે, બ્રિજના લોકાર્પણની તારીખ જાહેર નહીં કરાય તો કોંગ્રેસના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.

સીએમના હસ્તે બ્રિજ ખુલ્લો મુકાશે
કોગ્રેસના કોર્પોર્ટેર દિનેશ કાછડીયાએ આપેલા અલ્ટીમેટમ બાદ ભાજપ શાસકો દોડતા થઇ ગયા હતા. ત્યારે મેયર જગદીશ પટેલએ જણાવ્યું હતું કે સુરતમાં બનેલો આ કેબલ બ્રિજનું ઉદ્ધાટન પહેલી અથવા બીજી ઓક્ટોબરે સીએમ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news