લોકરક્ષક દળ પરીક્ષા પેપર લીક કૌભાંડનો સુત્રધાર હાથવેંતમાં: શિવાનંદ ઝા

આ તપાસમાં સ્થાનિક પોલીસ, ગાંધીનગર એસપીની ટીમ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસને પણ સામેલ કરવામાં આવી છે.

લોકરક્ષક દળ પરીક્ષા પેપર લીક કૌભાંડનો સુત્રધાર હાથવેંતમાં: શિવાનંદ ઝા

અમદાવાદ: લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક ગયા બાદ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું છે કે, આ કૌભાંડના સૂત્રધારો પોલીસની પહોંચમાં જ છે અને ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરવામાં આવશે. જે કોઈ ગુનેગાર હશે તેને છોડવામાં આવશે નહીં. આ બાજુ પતંજલિના કાપડના સ્ટોર 'પરિધાન'ના લોન્ચ માટે ગુજરાત આવેલા બાબા રામદેવે વડોદરા ખાતે જણાવ્યું હતું કે, લોકરક્ષક પરીક્ષાનું પેપર લીક થવા માટે રાજ્ય સરકાર જ જવાબદાર છે. તેણે આવી પરીક્ષામાં પુરતી વ્યવસ્થા કરવી જોઈએ.  

ઉલ્લેખનીય છે કે, પેપર લીક થવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે પરીક્ષા પહેલા જ પેપર લીક થવાનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. પેપરની આખી જવાબવહી ફરતી થઇ છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તો પેપર રદ થયા બાદ ઠેર ઠેર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે.

ત્યારે પેપર લીક થવાની ઘટના બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આ પરીક્ષાના પેપર લીક કરવા પાછળ કોનો હાથ છે તે અંગે પોલીસ પાસે માહિતી આવી ગઇ છે. જોકે, પોલીસે હાલ આરોપીના નામની જાહેરાત કરી નથી. આરોપીને ઝડપાયા બાદ તેના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ મુદ્દે ઓફ ધ રેકોર્જડ ણાવ્યું હતું કે, આ મામલે તપાસ ગંભીરતા પૂર્વક કરવામાં આવી રહી છે. આ તપાસમાં સ્થાનિક પોલીસ, ગાંધીનગર એસપીની ટીમ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસને પણ સામેલ કરવામાં આવી છે. જે જિલ્લાની એસઓજીની સાથે મળીને તપાસ કરશે અને બને તેટલી જલ્દી તપાસ પૂર્ણ કરવામાં આવશે. પેપર લીક થવા અંગે બાતમી મળતા ચેક કરવામાં આવ્યું હતું અને વાસ્તવિકતામાં પેપર લીક થયું હોવાનું જણાતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news