દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતા પરિવાર પર કાર ચઢાવવાનો કર્યો પ્રયત્ન

અમદાવાદનાં સાઉથ બોપલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતાં પરિવાર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી માર માર્યો હતો.

દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતા પરિવાર પર કાર ચઢાવવાનો કર્યો પ્રયત્ન

અમિત રાજપુત, અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં રાજ્યમાં દારૂ પીનારાઓમાં કોઇ ઘટાડો થતો જોવા મળી રહ્યો નથી. ત્યારે અમદાવાદનાં સાઉથ બોપલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં ધૂત યુવતીએ સ્કૂટર પર જતાં પરિવાર કાર ચઢાવવાનો પ્રયત્ન કરી માર માર્યો હતો.

અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલા સોબો સેન્ટર પાસે દારૂના નશામાં છાટકી બનેલી યુવતીએ સ્કૂટર પર જતા એક પરિવાર પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ પરિવારને માર માર્યો હતો. યુવતી દારૂનાં નશામાં એટલી ધૂત હતી કે તે પોતાની જાતને પણ સંભાળી શકતી ન હતી તેવી અવસ્થામાં કાર ચલાવી રહી હતી. 

જો કે, સ્કૂટર પર સવાર દંપતી દ્વારા પોલીસને જાણ કરાતા બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. દારૂના નશામાં છાટકી બનેલી યુવતીએ જાહેર માર્ગમાં મહિલા પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારે બોપલ પોલીસ દ્વારા યુવતીની અટકાયત કરી તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news