સુરતમાં સ્પાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર, પોલીસે 7 થાઈ યુવતીઓને છોડાવી, 8ની ધરપકડ

સુરતમાં પોલીસે બાતમીના આધારે એક હાઈફાઈ સ્પામાં દરોડા પાડ્યા હતા. આ સ્પામાં મસાજની આડમાં ગોરખધંધા ચાલી રહ્યાં હતા. પોલીસના દરોડો દરમિયાન સાત થાઈ યુવતીઓ મળી આવી હતી, જ્યારે આઠ ગ્રાહકો પણ ઝડપાયા છે. 

સુરતમાં સ્પાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર, પોલીસે 7 થાઈ યુવતીઓને છોડાવી, 8ની ધરપકડ

સુરતઃ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં હાઇફાઇ સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું છે. હોટલમાંથી 7 થાઇલેન્ડની મહિલાઓને દેહવિક્રયના ધંધામાથી મુક્ત કરાઈ છે. જ્યારે ગ્રાહકો સાથે મળી પોલીસે 8ની ધરપકડ કરી છે અને સ્પા સંચાલક સહિત ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

સ્પાની આડમાં થતાં કાળાકામ
સુરતના વેસુ વિસ્તારમાંથી હાઇફાઇ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પડ્યું છે. પોલીસે હોટલ એમ્બેઝમાં રેડ કરી 7 વિદેશી થાઇલેન્ડની મહિલાને મુક્ત કરાવી છે. અને ઘટના સ્થળેથી 8 ગ્રાહકોની ધરપકડ કરી છે. જ્યારે કુટણખાનું ચલાવનાર મુખ્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વિદેશી યુવતીઓ પાસે સ્પાના બહાને દેહે વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો. હાલ અલથાણ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

વિદેશી મહિલાઓ પાસે દેહવ્યાપાર
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જુદી જુદી હોટલમાં અને શોપિંગ સેન્ટરમાં સ્પાના અનેક સેન્ટરો ચાલી રહ્યા છે. આ સ્પાના સેન્ટરોમાં થાઈલેન્ડ, મલેશિયા, હોંગકોંગ ,નેપાળ સહિતની જુદી જુદી મહિલાઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે. જોકે આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી મહિલાઓ પાસે ગેરકાયદેસર દેહે વ્યાપારનો ધંધો કરાવાય છે. ત્યારે આવા જ એક દેહ વેપારના ચાલી રહેલા ધંધા પર ઝોન ફોરના ડીસીપની ટીમ દ્વારા રેડ કરી હાઈફાઈ કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. 

પોલીસે કરી રેડ
વેસુના ભીમરાડ વિસ્તારમાં આવેલા એમ્બેસ હોટલમાં સુરત ડીસીપી ઝોન ફોરની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ડીસીપીને બાતમી મળી હતી કે હોટલ એમ્બેસમાં સ્પાના બહાના હેઠળ ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવવામાં આવે છે. જે આધારે પોલીસની ટીમ દ્વારા હોટલમાં રેડ કરતા ઘટના સ્થળેથી સાત જેટલી વિદેશી થાઈલેન્ડની મહિલાઓ મળી આવી હતી. તેમની સાથે હોટલ પરથી આઠ જેટલા ગ્રાહકો પણ મળી આવ્યા હતા.એસીપી ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેસ હોટલમાં સ્પાના નામે ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાને ઝડપી પાડ્યું હતું. 

આઠ ગ્રાહકો ઝડપાયા
પોલીસને સાથ થાઈલેન્ડની મહિલાઓ ગ્રાહકો સાથે મળી આવી હતી. જેમાં મહિલાઓને મુક્ત કરાવી છે અને આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે. જોકે સ્પાના નામે કુટણખાનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચલ રાજપૂત સહિત અન્ય બે આરોપી ઘટના સ્થળે મળી આવ્યા ન હતા જેને લઇ તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ વિદેશની મહિલાઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લાવવામાં આવતી હતી અને અહીં ગ્રાહકો પાસે દેહે વ્યાપાર પણ કરાવતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news