અફઘાનિસ્તાન: નુરિસ્તાનમાં ભયંકર ભૂસ્ખલનથી 25 લોકોના મોત, અનેક લોકો કાટમાળમાં દટાયા

અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનના કારણે 25 જેટલા લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી સામે આવી છે.

અફઘાનિસ્તાન: નુરિસ્તાનમાં ભયંકર ભૂસ્ખલનથી 25 લોકોના મોત, અનેક લોકો કાટમાળમાં દટાયા

અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનના કારણે 25 જેટલા લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી સામે આવી છે. સૂચના અને સંચાર પ્રમુખ મોહમ્મદ અબ્દુલ્લા જાને આ ઘટના અંગે જાણકારી શેર કરતા કહ્યું કે નુરગારામ જિલ્લાના નકરાહ ગામમાં ભારે વરસાદના કારણે અનેક પહાડ ધસી પડ્યા હતા. જેના કારણે ભારે નુકસાન થયું છે. આ કુદરતી આફતની ઝપેટમાં લગભગ 15થી 20 ઘરો આવી ગયા છે. 

— ANI Digital (@ani_digital) February 19, 2024

સંચાર પ્રમુખે વધુમાં જણાવ્યું કે હાલમાં જ પડેલા વરસાદના કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર વિસ્તારોના રસ્તા ખોરવાયા છે. ખામા પ્રેમસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલય દ્વારા મળેલી જાણકારીના આધારે જણાવ્યું કે પંજશીર પ્રાંતમાં હિમસ્ખલન થયું છે. જેની ઝપેટમાં લગભગ 5 કર્મચારીઓ આવવાથી ગૂમ થયા. જો કે પંજશીરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં મુજબ ગૂમ થયેલા કર્મચારીઓમાંથી 2ના પહેલા મોત થઈ ચૂકયા છે. અત્રે જણાવવાનું કે હાલના સમયમાં અફઘાનિસ્તાન ભૂસ્ખલન અને હિમસ્ખલન જેવી કુદરતી આફતોનો પણ સામનો કરી રહ્યું છે. જેના કારણે જાનમાલનું નુકસાન થયું છે. 

પહેલેથી જ ગરીબીનો માર ઝેલી રહેલા અફઘાનિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે અલગાવનો પણ સામનો કરવો પડી રહ્યો છે. 2021માં તાલિબાને સત્તા પડાવ્યા બાદ આર્થિક સ્તરે વધુ ઉથલ પાથલ જોવા મળી રહી છે. જેના કારણે અફઘાનિસ્તાન વધુને વધુ કરજમાં ડૂબી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news