લીક થતી ફિલ્મોને અટકાવે છે ધોરણ 10 ફેલ ગુજ્જુ, હોલીવુડમાંથી મળી ઓફર

વડોદરાના ધોરણ 10 ડ્રોપ આઉટ વિધાર્થીએ એક એવું કામ કર્યું છે કે, જેના કારણે બોલિવુડ, ઢોલીવુડના ફિલ્મ ડિરેકટરો અને પ્રોડયુસરોને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. સાથે જ ફિલ્મ લીંક થતી પણ અટકી રહી છે. યુવાનની બોલીવુડ, ઢોલીવુડમાં બોલબાલા વધી રહી છે.

લીક થતી ફિલ્મોને અટકાવે છે ધોરણ 10 ફેલ ગુજ્જુ, હોલીવુડમાંથી મળી ઓફર

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના ધોરણ 10 ડ્રોપ આઉટ વિધાર્થીએ એક એવું કામ કર્યું છે કે, જેના કારણે બોલિવુડ, ઢોલીવુડના ફિલ્મ ડિરેકટરો અને પ્રોડયુસરોને કરોડો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. સાથે જ ફિલ્મ લીંક થતી પણ અટકી રહી છે. યુવાનની બોલીવુડ, ઢોલીવુડમાં બોલબાલા વધી રહી છે.
 
વડોદરાના મનને ધોરણ 10 અધવચ્ચેથી છોડયા બાદ હિંમત ન હારી અને તેને તેના મનપસંદ વિષય કોમ્યુટરમાં કારકીર્દી બનાવવાનું નકકી કર્યું. મનને વડોદરામાં રાજ ડાંગર સાથે મળી એબલાન્સ ગ્લોબલ સોલ્યુસન્સ નામની કંપની શરૂ કરી. જે બોલીવુડ કે ઢોલીવુડની ફિલ્મની એન્ટી પાયરસી માટે કામ કરે છે. મનન અને રાજ ડાંગરને શરૂઆતમાં પેન મૂવીસનો કોન્ટ્રાકટ મળ્યો. 

જેમાં તેમને ફિલ્મોના ડીજીટલ રાઈટસ મેળવી ફિલ્મ રીલીઝ થાય ત્યારે તેને લીંક થતા બચાવવાનું કામ શરૂ કર્યું. મનન કહે છે કે તેને અત્યારસુધી બોલીવુડ ફિલ્મો જેવી કે ઐયારી, ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર, ટોટલ ધમાલ, બાગી 2, ગુજરાતી ફિલ્મો ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી ફિલ્મો મળી કુલ 12 જેટલી ફિલ્મોની પાયરસી અટકાવી છે.

આ એજ્યુકેટેડ યુવાનો ઝુપડપટ્ટીના બાળકોને મફતમાં આપે છે સંસ્કાર સાથે અભ્યાસ

મનન અને રાજની કંપની હાલમાં મુંબઈમાં છે જયાં તેમને ફિલ્મોની પાયરસી અટકાવવા એક સિકયોરિટી કમાન્ડ સેન્ટર ઉભુ કર્યું છે જેમાં 10થી વધુ લોકોની ટીમ કામ કરે છે. મનન ફિલ્મની પાયરસી અટકાવવા સૌ પ્રથમ ફિલ્મના ડીજીટલ લીગલ રાઈટસ મેળવી લે છે. ફિલ્મ જે દિવસે રીલીઝ થાય તે દિવસથી જ તેની ટીમ 24 કલાક તેનું મોનીટરીંગ કરે છે.

vadodara-2.jpg

મનન ગુગલ એલર્ટ સર્વિસ વાપરીને કી વર્ડ બેઝ લીંક શોધે છે. અને લીંકોને તેને બનાવેલ સોફટવેરનાં નાખે છે. જેથી ફિલ્મ કયાંથી લીંક થઈ છે તેની માહિતી મળી જાય છે. જેને મનનની ટીમ 24 કલાકમાં જ દુર કરી દે છે. મનન કહે છે કે એક ફિલ્મની 10 થી 15 હજાર પાયરસી લીંક વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ થાય છે જેનાથી લોકો ઘરે જ બેસી ફિલ્મ જોઈ લે છે.

ડાયાબીટીસને કાબુ કરવા શિવ પર ચડતા બિલિપત્રનો રામબાણ પ્રયોગ

મનન સાથે કામ કરનારા રાજ ડાંગર કહે છે કે. ફિલ્મ બનાવનારા ડિરેકટરો અને પ્રોડયુસરોને ફિલ્મ લીંક થવાથી કરોડો રૂપિયાનું નુકશાન થાય છે. જેથી આ લોકો તેમની કંપનીનો સંપર્ક કરી ફિલ્મની પાયરસી અટકાવવાનું કામ આપે છે. ફિલ્મ લીંક ન થવાથી ડિરેકટરો અને પ્રોડયુસરોને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે. હાલમાં તેમની કંપનીને હોલીવુડમાંથી પણ ફિલ્મની પાયરસી અટકાવવા ઓફર આવી રહી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાની રાજકીય ઇનિંગ શરૂ, પહેર્યો કેસરીયો ખેસ

મહત્વની વાત છે કે, ગુજરાતી ફિલ્મોની બોલબાલા હાલમાં વધી છે. ગુજરાતી ફિલ્મો પણ કરોડો રૂપિયાનો બજેટ કરતી થઈ છે. અને ગુજરાતી ફિલ્મો પણ લીંક થઈ રહી છે ત્યારે મનન શાહ જેવા એથિકલ હેકરની મદદ લઈ જો તેઓ પણ ફિલ્મની પાયરસી અટકાવે તો ચોકકસથી ગુજરાતી ફિલ્મોના ડાયરેકટરોને પણ ફાયદો થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news