ABVP ના વિદ્યાર્થીઓની દાદાગીરી, GLS કોલેજમાં વિદ્યાર્થીનીઓએ કરી રેગિંગની ફરિયાદ

અમદાવાદની GLS કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. GLS કોલેજમાં વિદ્યાર્થિનીએ ABVP ના બે કાર્યકર સહિત ત્રણ લોકો સામે રેગિંગની ફરિયાદ કરી છે. આ મામલે વિદ્યાર્થિનીએ કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને એન્ટી રેગિંગ સેલમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, હું કોલેજમાં સુરક્ષિત મહેસૂસ કરી રહી નથી. છેલ્લા કેટલાક સમયથી ABVP ના કાર્યકર ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ મને હેરાન પરેશાન કરે છે. અમે કોલેજના કેમ્પસમાંથી નીકળીએ તો આ બંને શખ્સો અમને અપશબ્દો કહે છે.
ABVP ના વિદ્યાર્થીઓની દાદાગીરી, GLS કોલેજમાં વિદ્યાર્થીનીઓએ કરી રેગિંગની ફરિયાદ

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદની GLS કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. GLS કોલેજમાં વિદ્યાર્થિનીએ ABVP ના બે કાર્યકર સહિત ત્રણ લોકો સામે રેગિંગની ફરિયાદ કરી છે. આ મામલે વિદ્યાર્થિનીએ કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને એન્ટી રેગિંગ સેલમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે, હું કોલેજમાં સુરક્ષિત મહેસૂસ કરી રહી નથી. છેલ્લા કેટલાક સમયથી ABVP ના કાર્યકર ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ મને હેરાન પરેશાન કરે છે. અમે કોલેજના કેમ્પસમાંથી નીકળીએ તો આ બંને શખ્સો અમને અપશબ્દો કહે છે.

અમદાવાદની GLS કોલેજમાં આજે ફરી અગાઉના વિવાદિત ABVPના નેતાઓ દ્વારા જ એક વિદ્યાર્થિનીને હેરાન પરેશાન કરીને રેગિંગ કરવામાં આવી રહ્યું છે. GLS કોલેજમાં વિદ્યાર્થિનીએ એબીવીપીની બે કાર્યકર ચાહત અને પાર્થની મહિલા મિત્ર વંશિકા પર પણ વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે. ત્રણેય લોકો કોલેજના કેમ્પસની બહાર બેસીને દાદાગીરી કરતાનો વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થિની અને તેના મિત્રને આ શખ્સોએ માર માર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ અગાઉ પણ રેગિંગ માલે વિવાદમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત તલવાર વડે કોલેજની બહાર કેક કાપવા મામલે પણ તેની સામે ફરિયાદ થઈ હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચાર વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે, તેઓ ડરને કારણે ફરિયાદ કરતા ન હતા. અમને ડર હતો કે તેઓ અમને માર મારશે. તેમના સાથી અમારી વસ્તુઓ છીનવી લેતા હતા. વારંવાર અમને હેરાન કરતા હતા. હાલ પરીક્ષા ચાલે છે, પરંતુ તેમના ત્રાસને કારણે અમે સ્ટ્રેસમાં આવી ગયા છીએ. 

B.Comની વિદ્યાર્થિનીઓએ ABVP ના ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણ સામે રેગિંગનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થિની અને તેના મિત્રને ચાહત ઠાકોરે માર માર્યાનો પણ આક્ષેપ મૂક્યો છે. વિદ્યાર્થિની દ્વારા રેગિંગ અંગે પ્રિન્સિપાલ, GLS મેનેજમેન્ટ, એન્ટી રેગિંગ સેલમાં ફરિયાદ કરાઈ છે.  

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news