ગુજરાત આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન, ગાંધી આશ્રમ પણ જશે
PM Boris Johnson Visit Gujarat : UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગુજરાતના પ્રવાસે આવશે. 21 એપ્રિલ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. આવામાં તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા છે
Trending Photos
- UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગુજરાત આવશે
- 21 એપ્રિલ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે
- અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા
- બોરિસ જ્હોનસન નો 21 થી 24 એપ્રિલનો ભારત પ્રવાસ છે
ઝી મીડિયા/બ્યૂરો :નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ અન્ય દેશના વડાઓ પોતાના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગુજરાતના પ્રવાસે આવશે. 21 એપ્રિલ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. આવામાં તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા છે. બોરિસ જ્હોનસન 21 થી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. પીએમ મોદી સાથે બોરિસ જ્હોનસન ઉચ્ચસ્તરીય બેઠક કરશે. જેમાં બંને દેશોના સંબંધ મજબૂત કરવા ભાર મુકાશે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ મહિનાના અંતમાં ભારતની મુસાફરી કરશે. આ મુસાફરી દરમિયાન બંને દેશોના સંબંધોને મજબૂતી મળશે. યુકે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બોરિસ જોનસન આ સપ્તાહ પહેલીવાર દિલ્હી અને ગુજરાતનો પ્રવાસ કરશે. યુકે સરકારની પીએમ મોદી સાથેની બેઠકમાં વૈશ્વિક ચેલેન્જિસનો સામનો કરતા આર્થિક, રક્ષા, સુરક્ષા અને ટેકનિકલ સહયોગ પર વધુ ધ્યાન આપવામાં આવશે.
Speaking ahead of the visit, UK PM Boris Johnson said, "My visit to India will deliver on the things that really matter to the people of both our nations – from job creation and economic growth to energy security and defence."
— ANI (@ANI) April 17, 2022
પીએમ મોદી અને બોરિસ જોનસન પહેલા ગત વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લાસગો સમિટ દરમિયાન મુલાકાત થઈ હતી. તેના બાદ કોરોના સંકટને પગલે બે વાર બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરવો પડ્યો હતો. તેના બાદ આખરે 21 થી 24 એપ્રિલ દરમિયાન તેમનો પ્રવાસ નક્કી કરાયો છે.
ત્રણ દિવસનો પીએમનો ગુજરાત પ્રવાસ
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. દેશમાં સૌથી વધારે દૂધ એકઠું કરતી બનાસ ડેરીનો આ પ્લાન પશુપાલકો માટે ખુબ જ મહત્વનો બની રહેવાનો છે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે. પશુપાલન સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયેલી હોય છે. જેના કારણે પ્રધાનમંત્રી મોટી સંખ્યામાં બહેનોને સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં ઝાડયસ હોસ્પિટલની લોકાર્પણ કરશે. 250 ખર્ચે તૈયાર થયેલી 750 પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે પ્રધાનમંત્રી મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા 200 કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ હોસ્પિટલ કાર્યરત જતાં આદિવાસી જિલ્લામાં હવે વધુ સારવાર માટે અમદાવાદ કે વડોદરાના ધક્કા નહીં ખાવા પડે. પોતાના જ જિલ્લામાં આરોગ્યની તમામ સારવાર મળી રહેશે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે. રાજ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓને એક જ સેન્ટરથી તમામ માહિતી મળી રહેશે. PM મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. પ્રધાનમંત્રીના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે