ખરાબ સમાચાર : અમદાવાદમાં ખેંચાયો વરસાદ, હવે પડશે 'આટલા' સમય પછી

છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામતા ગુજરાતવાસીઓ ખુશ થઈ ગયા હતા

ખરાબ સમાચાર : અમદાવાદમાં ખેંચાયો વરસાદ, હવે પડશે 'આટલા' સમય પછી

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલની અસર જોવા મળતા લોકો ખુશ થઈ ગયા હતા અને ગણતરીના દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની અપેક્ષા રાખવા લાગ્યા હતા. જોકે હવે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. હવે વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે સિસ્ટમને કારણે વરસાદ પડ્યો હતો તે મધ્યપ્રદેશ તરફ વળી ગઈ છે. મેટ ડિપાર્ટમેન્ટની આગાહી અનુસાર નવી સિસ્ટમ આવતા અઠવાડિયામાં એક્ટિવ થઈ શકે છે. ક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી થઈ ગઈ છે. આગામી પાંચ દિવસમાં લગભગ આખા ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે.

અમદાવાદમાં રવિવારે પહેલો વરસાદ પડ્યો હતો. આ વરસાદ પછી શહેરના તંત્રની પોલ ખુલી ગઈ હતી. અમદાવાદમાં જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

અમદાવાદના સિટીએમ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અહીં લોકોના ઘરમાં  કેમિકલયુક્ત પાણી ઘુસ્યા હતા. મેઈન હોલમાં લીકેજ થતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘરની બહાર રહેવા મજબુર થયા હતા. પ્રથમ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારમાં તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. ચામુંડા બ્રિજ પાસે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news