સાવધાન! ફાઈવસ્ટાર હોટલનું ફૂડ પણ સુરક્ષિત નથી, ફ્રાયમ્સ સાથે મરેલી જીવાત પીરસાઈ

Rajkot Food : રાજકોટની હાઈ પ્રોફાઈલ સયાજી હોટલના ભોજનમાં નીકળી જીવાત... ગ્રાહકને પીરસાયેલી ફ્રાયમ્સમાં મરેલી જીવાત નીકળી... 

સાવધાન! ફાઈવસ્ટાર હોટલનું ફૂડ પણ સુરક્ષિત નથી, ફ્રાયમ્સ સાથે મરેલી જીવાત પીરસાઈ

Rajkot News : ગુજરાતમાં હવે ફાઈવસ્ટાર હોટલોમાં પણ સાચવીને ખાવાની નોબત આવી છે. હવે તો ફાઈવ સ્ટાર હોટલનુ ફૂડ પણ સુરક્ષિત નથી. રાજકોટની 5 સ્ટાર હોટેલનું ફૂડ સુરક્ષિત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની હાઈપ્રોફાઈલ સયાજી હોટેલના ફૂડમાં જીવાત નીકળવાનો બનાવ બન્યો છે. ગ્રાહકે ઓર્ડર કરેલા ફ્રાયમ્સમાં મરેલી જીવાત પીરસવામાં આવી હતી. ત્યારે જાગૃત ગ્રાહક દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 

રાજકોટ આરોગ્ય વિભાગની રેડ 
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં રેડ પાડવામાં આવી હતી. જેમાં રાજવી ગોલામાંથી પડતર રબડી, ફ્લેવર્સ સોડામાંથી એકસપાયરી ડેટ વિતી ગયેલી શરબતની બોટલ, ઘનશ્યામ ફૂડમાંથી અખાદ્ય નૂડલ્સનો નાશ કરવામાં આવ્યો હતો, તો હાલમાં ઉનાળામાં મસાલાની સિઝન ચાલી રહી છે. ત્યારે રાય અને જીરુંના નમુના પણ લેવામાં આવ્યા હતા.

પિત્ઝામાંથી નીકળ્યુ પ્લાસ્ટિક
તાજેતરમાં અમદાવાદના ચાંદખેડાની રેસ્ટોરન્ટમાં પિત્ઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું હોવાનું સામે આવ્યુ છતું. ચાંદખેડા ખાતે આવેલી ધ ઓશન પિત્ઝામાં પ્લાસ્ટિક નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના કિચનમાં તપાસ કરી હતી. રેસ્ટોરન્ટના કિચનમાં પુષ્કળ ગંદકી અને વાસી ખોરાક જોવા મળ્યો હતો.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 4, 2024

 

શાકમાંથી મળી જીવાત
તો તેના બાદ વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલા ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી જીવાત મળી આવી હતી. સેવ ટામેટાના શાકમાંથી જીવાત નીકળી હતી. રેસ્ટોરન્ટના માલિક દ્વારા ગ્રાહકો સાથે ચેડા કરવાનો આરોપ લગાવાયો હતો. સમગ્ર ઘટના મુદ્દે ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરી હતી. રેસ્ટોરન્ટ માલિકે પોતાની રેસ્ટોરન્ટનો બચાવ કર્યો હતો. જો કે ગ્રાહકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news