Coffee Mask: કોફીનું માસ્ક ચહેરા પર લગાડવાથી મળે છે 5 જબરદસ્ત ફાયદા, જાણો કેવી રીતે બનાવવું માસ્ક

Coffee Mask: જો તમે પણ કોઈપણ ખર્ચા વિના ઘરેલુ ઉપાયથી ચહેરાની સુંદરતા વધારવાના રસ્તા શોધો છો તો આજે તમને કોફી બેઝ ફેસ માસ્ક વિશે જણાવીએ. કોફી ફેસ પેકને ટ્રાય કરવાથી તમને તુરંત ફરક દેખાશે. આજે તમને કોફીનું માસ્ક કેવી રીતે બનાવવું અને તેનાથી શું ફાયદા થાય તે જણાવીએ.

Coffee Mask: કોફીનું માસ્ક ચહેરા પર લગાડવાથી મળે છે 5 જબરદસ્ત ફાયદા, જાણો કેવી રીતે બનાવવું માસ્ક

Coffee Mask: કોફી પીવાથી જે રીતે સ્ફુર્તિનો અનુભવ થાય છે તે રીતે જો કોફીને ચહેરા પર લગાડવામાં આવે તો તેનાથી સુંદરતા પણ વધી શકે છે. કોફી ફેસ માસ્ક ચહેરાની સુંદરતા વધારે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓને દુર પણ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે કોફીનું માસ્ક તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. 

જો તમે પણ કોઈપણ ખર્ચા વિના ઘરેલુ ઉપાયથી ચહેરાની સુંદરતા વધારવાના રસ્તા શોધો છો તો આજે તમને કોફી બેઝ ફેસ માસ્ક વિશે જણાવીએ. કોફી ફેસ પેકને ટ્રાય કરવાથી તમને તુરંત ફરક દેખાશે. આજે તમને કોફીનું માસ્ક કેવી રીતે બનાવવું અને તેનાથી શું ફાયદા થાય તે જણાવીએ.

કોફી માસ્ક બનાવવાની રીત

સૌથી પહેલા એક વાટકીમાં કોફી પાવડર લેવો. તેમાં મધ ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્યારબાદ સાફ ચહેરા પર આ પેસ્ટ લગાવો. આ પેસ્ટને ગરદન પર પણ લગાવો. 10થી 15 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી મસાજ કરી હુંફાળા પાણીથી તેને સાફ કરો. ત્યારબાદ હળવું મોઈશ્ચુરાઈઝર લગાવો.

કોફી ફેસ માસ્કના ફાયદા

1. કોફીમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ ડેડ સ્કિનને દુર કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સુંદર દેખાય છે. 

2. કોફી બ્લડ સર્કુલેશન સુધારે છે. તેનાથી ચહેરા પર રોનક આવે છે અને ત્વા પર ગ્લો દેખાય છે. 

3. કોફી નેચરલ રીતે ત્વચા પરથી એક્સ્ટ્રા ઓઈલ દુર કરે છે. તેનાથી ઓઈલી સ્કિન હોય તેમને વધુ લાભ થાય છે. 

4. કોફીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલ અને એક્ને વધારતા બેક્ટેરિયાને દુર કરે છે. 

5. કોફીમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને રોકે છે જેના કારણે ચહેરા પર કરચલીઓ ઓછી થાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news