રાજકોટ PSI ફાયરિંગ : ન્યાયની માંગણી સાથે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે. 

રાજકોટ PSI ફાયરિંગ : ન્યાયની માંગણી સાથે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે. 

જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ

બુધવારે રાજકોટના પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, અને ગોળી તેમને જ મળવા આવેલ સ્પાના સંચાલક હિમાંશુ ગોહેલને વાગી હતી. જેમાં ફોજદારે તો ભૂલથી ફાયર થયુ હોવાનું જ રટણ કર્યું હતું. તો બીજી તરફ, હવે પરિવાર પોતાના મૃત દીકરાને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યો છે.  સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. હિમાંશુના પિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, લાશ તો નહીં જ લઇએ, મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. પરિવીરજનોએ પોલીસ સાથે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે.

પાટા પરથી ઉતરી ગયા લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા, 40 મુસાફરો ઘાયલ અને 5 અતિગંભીર

આંખ નજીકનાં ભાગમાંથી ગોળી સોંસરવી નીકળી ગઇ
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માલવિય નગર પાસે ગ્લો નામથી સ્પા ચલાવતા દિનેશ ગોહેલ આગામી 17 જાન્યુઆરીનાં રોજ રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયાની વનડે મેચ (India vs Australia) ની ટિકિટ આપવા માટે પોલીસ ચોકીમાં આવ્યો હતો. આ દરમિયાન પીએસઆઇ ચાવડા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરતા હતા. ત્યારે રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી. આ ગોળી સીધી આંખ પાસેથી સોંસરવી નીકળી તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે રાહદારીનાં મૃતદેહને પીએમ માટે ખસેડીને રિવોલ્વરને કબ્જે લીધી હતી.

ઘટના અંગે જાણ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હિમાંશુ રાજકોટમાં અંકુર મેન રોડ પર આવેલી એક ખાનગી સોસાયટીમાં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news