બસ કરો બાપલિયા! ગુજરાતમાં નકલી વસ્તુઓ બનાવવાની હરીફાઈ છે કે શું? હવે બ્રાન્ડેડ સિમેન્ટની થેલીમાં વેચાય છે આ!

રાજકોટ SOG અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કર્મચારી દ્વારા જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં દરોડો કર્યો હતો. જેમાં પોલીસે 33 ભરેલી સિમેન્ટની થેલીઓ, અલ્ટ્રાટેક કંપનીની 80 ખાલી થેલીઓ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી હતી. 

બસ કરો બાપલિયા! ગુજરાતમાં નકલી વસ્તુઓ બનાવવાની હરીફાઈ છે કે શું? હવે બ્રાન્ડેડ સિમેન્ટની થેલીમાં વેચાય છે આ!

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં વેંચાતા નકલી સિમેન્ટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અલ્ટ્રાટેક કંપનીના નામે બનાવટી સીંમેન્ટ બેગમાં પેક કરી વેંચતા હોવાની માહિતી આધારે રાજકોટ SOG અને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કર્મચારી દ્વારા જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં દરોડો કર્યો હતો. જેમાં પોલીસે 33 ભરેલી સિમેન્ટની થેલીઓ, અલ્ટ્રાટેક કંપનીની 80 ખાલી થેલીઓ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી એક શખ્સની ધરપકડ કરી હતી. 

થેલીઓમાં નકલી સિમેન્ટ ભરતા હોવાનું સામે આવ્યું
રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સને જેનું નામ છે પ્રશાંત મારૂં. પ્રશાંત મારૂં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતો અને જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક ડેલો ભાડે રાખી નકલી સિમેન્ટ વેંચવાનું કારસ્તાન ચલાવતો હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ACP ભાર્ગવ પંડ્યાએ માહિતી આપતા કહ્યું હતું કે, રાજકોટ SOG પોલીસને માહિતી મળી હતી કે, ઘંટેશ્વર નજીક અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટની થેલીમાં નકલી સિમેન્ટ ભરી વેન્ચવામાં આવે છે. જેથી અલ્ટ્રાટેક કંપનીના અધિકારીઓને સાથે રાખીને દરોડો કર્યો હતો. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીઓમાં નકલી સિમેન્ટ ભરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 33 ભરેલી સિમેન્ટની થેલીઓ, અલ્ટ્રાટેક કંપનીની 80 ખાલી થેલીઓ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ધરપકડ કરી હતી. 

કેવી રીતે આચરતા કારસ્તાન?
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, આરોપી પ્રશાંત મારૂંએ ડેલો ભાડે રાખ્યો હતો. જેમાં તે રેતી-કપચી વેંચવાનું કામ કરતો હતો. છેલ્લા દોઢ મહિનાથી અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીઓમાં નકલી સિમેન્ટ ભરી વેંચવાનું શરૂ કર્યું હતું. પોલીસ પૂછપરછમાં આરોપી પ્રશાંત ભંગારના ડેલામાંથી અલ્ટ્રાટેક સિમેન્ટની સારી ક્વોલિટીની ખાલી થેલીઓ એકત્ર કરતો હતો અને પોતાના ડેલામાં નકલી સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીઓમાં ભરીને બજાર કિંમતે વેંચતો હોવાનું સામે આવ્યું હતું. કંપનીની જેમ જ સિલાઈ મશીન થી થેલીઓમાં સિલાઈ પણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ કરવા નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે

સૌરાષ્ટ્રભરમાં તેનું નેટવર્ક હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીઓમાં નકલી સિમેન્ટ ભરવાનું કારસ્તાન સામે આવ્યું છે. પોલીસ આ કેસમાં ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે. આરોપી પાસે અલ્ટ્રાટેક કંપનીની કોઈ ડીલરશિપ ન હોવા છતાં વેંચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી માત્ર રાજકોટમાં જ સપ્લાય કરતો કે સૌરાષ્ટ્રભરમાં તેનું નેટવર્ક હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news