આ સ્ટોક સાબિત થયા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1500 ટકાનું છપ્પરફાડ રિટર્ન, ઈન્વેસ્ટરોને મોટો ફાયદો

Multibagger Stocks: શેરબજારમાં ઉતાર-ચઢાવની વચ્ચે ઘણા શેરોએ રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. આ શેરોમાં રોકાણ કરનારાઓ અમીર બની ગયા છે. રોકાણકારોને બમ્પર વળતર આપતા સ્ટોક્સમાં જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ અને આંધ્ર સિમેન્ટનો સમાવેશ થાય છે. આ શેરોએ છેલ્લા એક વર્ષમાં શાનદાર વળતર આપ્યું છે.
 

આ સ્ટોક સાબિત થયા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1500 ટકાનું છપ્પરફાડ રિટર્ન, ઈન્વેસ્ટરોને મોટો ફાયદો

નવી દિલ્હીઃ શેર બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઘણા એવા સ્ટોક છે, જેણે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ શેરમાં રોકાણ કરનારા માલામાલ થઈ ગયા છે. આ સ્ટોકે ખુબ ઓછા સમયમાં ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપ્યું છે. આજે અમે તમને એવા બે સ્ટોક્સ વિશે જણાવી રહ્યાં છીએ જેણે એક વર્ષમાં કમાલ કર્યો છે. આ શેરને ખરીદવા માટે ઈન્વેસ્ટરોમાં હોડ જોવા મળી રહી છે. આ શેર જય બાલાજી ઈન્ડસ્ટ્રિઝ અને આંધ્રા સીમેન્ટનો છે. બાલાજી ઈન્ડસ્ટ્રિઝ અને આંધ્રા સીમેન્ટના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં આશરે 1500 ટકાનું રિટર્ન આપ્યું છે. આ સ્ટોકમાં રોકાણ કરનારા માલામાલ થઈ ગયા છે. આવો તેના વિશે જાણીએ..

રોકાણકારોને કર્યાં માલામાલ
જો કોઈ ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા જય બાલાજીના શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તેને બમ્પર રિટર્ન મળી ગયું હોત. એક વર્ષ પહેલાની વાત કરીએ તો 24 નવેમ્બર 2022ના કંપનીનો શેર 40.85 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો આજે આ શેર 605 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. શેરનો 52 સપ્તાહનો હાઈ 641.90 રૂપિયા અને લો લેવલ 39.05 રૂપિયા છે. સ્ટોકે ઈન્વેસ્ટરોને 5 દિવસમાં 4 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. તો છેલ્લા છ મહિનામાં સ્ટોક 592 ટકાથી વધુનો રિટર્ન આપી ચુક્યો છે. શેરમાં હજુ તેજી જોવા મળી રહી છે. 

તો આંધ્રા સીમેન્ટની વાત કરીએ તો તેનો 52 સપ્તાહનો લો 4.90 રૂપિયા છે. તો 52 સપ્તાહનો હાઈ 158.25 રૂપિયા છે. આ શેર અત્યારે 95 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એક વર્ષમાં આંધ્રા સીમેન્ટના સ્ટોકે ઈન્વેસ્ટરોને આશરે 1300 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. 

જાણકારી વગર રોકાણ કરો નહીં
શેર બજારમાં યોગ્ય જાણકારી વગર રોકાણ કરો નહીં. કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત જરૂર કરો. આમ ન કરવાથી આર્થિક રૂપથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news