રવિંદ્ર જાડેજાની પત્ની રિવાબાને 3 તમાચા ચોડનાર પોલીસકર્મી સસ્પેંડ
સેલિબ્રિટી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીની કારને અકસ્માત અને થયેલા હુમલા અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં જ સિટી સી ડિવિઝનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી સંજય આહીરની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી.
Trending Photos
રાજકોટ: સેલિબ્રિટી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીની કારને અકસ્માત અને થયેલા હુમલા અંગે જિલ્લા પોલીસ વડાને જાણ થતાં જ સિટી સી ડિવિઝનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી સંજય આહીરની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આ મામલે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ પણ જામનગર એસ.પી.ને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો, અને આરોપી કોન્સટેબલ સંજય આહીરને સસ્પેન્ડ અથવા ટ્રાન્સફર કરવા આદેશ કર્યો હતો.
હાલ જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજૂલ દ્વારા રિવાબાની ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ મામલે કોન્સટેબલ સંજય આહીર સામે કાયદેસરની કાર્યવાહી કરવા રિવાબા અને તેમના પરિવારજનોએ ને ખાતરી આપી હતી. જ્યારે 3 કલાકના સમયગાળા સુધી રિવાબા અને તેમના પરિવારજનોની જિલ્લા પોલીસ વડા કચેરીમાં ચર્ચા ચાલી હતી. ત્યારબાદ રિવાબાને જિલ્લા પોલીસ વડાની કચેરીથી બહાર નીકળતી વેળાએ મીડિયાકર્મીઓને પણ દૂર રખાયા હતા. પોલીસે મીડિયાકર્મીઓને રિવાબાનું કવરેજ કરવાની પણ મનાઈ કરી હતી. એક સમયે તો પોલીસે જિલ્લા પોલીસ વડાની કચેરીને કોર્ડન કરવામાં આવી હતી.
જામનગરમાં રિવાબા પર હુમલો કરનારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરાશે અથવા જિલ્લાની બહાર તેની ટ્રાન્સફર કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડાએ આ મામલાને ગંભીરતાથી લઈને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
જામનગરમાં રોડ પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની બીએમડબલ્યુ કારને બાઈકે ટક્કર મારી હતી અને આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં બાઈકચાલક પોલીસમેન હોય અને આ પોલીસકર્મીએ રિવાબાને બે થી ત્રણ તમાચા ઝીંકી દીધા હતા. જેમાં બનાવ સ્થળ પર લોકો ના ટોળેટોળાં એકત્રિત થયા હતા અને આસપાસ ના બે થી ત્રણ વ્યક્તિઓ દ્વારા આ મામલો થાળે પાડવા પ્રયત્નો પણ કર્યા હતા.
બનાવને પગલે રિવાબા જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચી હતી, જ્યાં પોલીસકર્મી વિરુધ્ધ કાયદેસર પોલીસ પગલાં ભારે તેવી માંગણી કરી હતી, ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા રિવાબા અને તેમના પરિવારને આ બનાવ બાબતે પોલીસકર્મીને સસ્પેન્ડ અથવા ટ્રાન્સફર કરવાની ખાતરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે