અમદાવાદ આખાની ચાની કીટલીઓ ફરી લેશો, તો પણ આવી ચાની દુકાન ક્યાંય નહિ જોઈ હોય

અમદાવાદ મહાનગર પોતાની આગવી ઓળખ માટે જાણીતું છે. અમદાવાદની બીજી ઓળખ તેનું કીટલી કલ્ચર છે. જ્યાં જુઓ ત્યાં ચાની કીટલીઓ, અને અહીં ટોળે જામીને ઉભેલા લોકો... ત્યારે અમદાવાદમાં આવેલા અનેક ચાના અડ્ડાઓ પ્રખ્યાત છે. આજે આપણે અમદાવાદની એક એવી ચાની દુકાનની મુલાકાત કરાવીશું, જ્યાં ચાની ચુસ્કીની સાથે હિન્દુ ધર્મ માટે જાગરૂકતાનો સંદેશ પણ મળે છે. 
અમદાવાદ આખાની ચાની કીટલીઓ ફરી લેશો, તો પણ આવી ચાની દુકાન ક્યાંય નહિ જોઈ હોય

અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદ મહાનગર પોતાની આગવી ઓળખ માટે જાણીતું છે. અમદાવાદની બીજી ઓળખ તેનું કીટલી કલ્ચર છે. જ્યાં જુઓ ત્યાં ચાની કીટલીઓ, અને અહીં ટોળે જામીને ઉભેલા લોકો... ત્યારે અમદાવાદમાં આવેલા અનેક ચાના અડ્ડાઓ પ્રખ્યાત છે. આજે આપણે અમદાવાદની એક એવી ચાની દુકાનની મુલાકાત કરાવીશું, જ્યાં ચાની ચુસ્કીની સાથે હિન્દુ ધર્મ માટે જાગરૂકતાનો સંદેશ પણ મળે છે. 

અમદાવાદનાં સરસપુરનાં હરીભાઈ ગોદાની ચાર રસ્તા પાસે અનોખી મહાવીર રેસ્ટોરેન્ટ આવેલું છે. મહાવીર રેસ્ટોરેન્ટમાં આજે પણ સસ્તી કડક અને મીઠી ચા પીવા ગ્રાહકો સમી સાંજે ઉમટી પડતા હોય છે. આ ચાની દુકાનમાં ચાની ચુસ્કી સાથે સનાતન ધર્મનો સંદેશ અને સંસ્કૃતિનો જ્ઞાન આપવામાં આવે છે. ચાની દુકાનમાં આવેલી દિવાલો પર ઠેરઠેર ભગવાનની તસવીરો અને ધર્મને લગતા લખાણો જોવા મળે છે. રામચરિતમાનસ એટલે રામાયણમાં આવતી સૌથી મહત્વની સુંદરકાંડની ચોપાઈઓ દુકાન માલિક ધર્મેન્દ્ર તિવારીએ રંગ-બેરંગી ચોકથી લખી છે. કહેવાય છે કે, સુંદરકાંડની ચોપાઈઓનો અભ્યાસ કરવાથી અથવા તેને સાંભળવા-વાંચવા માત્રથી જ તમામ દુખો અને કષ્ઠ દુર થાય છે. 

ગુજરાત આખું કાતિલ ઠંડીના બાનમાં, ભગવાનોને પણ સ્વેટર પહેરાવવા પડ્યા

આ અનોખી ચાની દુકાનની બીજી અનોખી વાત પણ છે. આ ચાની દુકાનમાં રોજ સાંજે 7 થી રાતના 12 સુધી ટેલીવિઝન પર રામાયણ, મહાભારત, ક્રિષ્ના, જય હનુમાન, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ જેવી સિરીયલ બતાવવામાં આવે છે. ચાની ચુસ્કી મારતા મારતા ગ્રાહકો સનાતન ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન પણ મેળવે છે. આજે જ્યારે લોકો સોશિયલ મીડિયાનાં યુગમાં મોબાઈલ અને વોટ્સએપ, ફેસબુકમાં આ બધુ ભૂલી ગયા છે, ત્યારે ધર્મેન્દ્ર તિવારી લોકોને તેઓનો ધર્મ યાદ કરાવે છે. .

આ ચાની દુકાનમાં કેટલાક ગ્રાહકો એવા છે, જે આવા ધર્મભક્તિના માહોલથી પ્રેરાઈને આવે છે. તેઓનું કહેવું છે કે, તેઓ સનાતન ધર્મ અને સંસ્કૃતિનો જ્ઞાન મેળવીને ખુશ છે અને પોતે ધર્મનગરી અયોધ્યામાં પહોચી ગયા હોય તેવુ અનુભવે છે. આજે સમાજમાં વધી રહેલા દુષણોને ડામવા સનાતન ધર્મ અને સંસ્કૃતિને જો અપનાવવામાં આવે તો જરૂરથી સમાજનાં દુષણોને ડામી શકાય છે. ચાની ચુસ્કી અને તેની સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિનો જ્ઞાન પીરસતા દુકાન માલિક ધર્મેન્દ્ર તિવારી દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે, લોકો અહીંથી સારું જ્ઞાન મળેવી ને જાય પછી ભલે તેમની ચા પીવે કે ના પીવે.

આજના આધુનિક યુગમાં ચાની ચુસ્કી સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિનો જ્ઞાન મળવું ખુબ મુશ્કેલ છે. મહાનગરમાં મોટી મોટી ચા અને કોફી શોપ આવેલી છે, પણ કોઈ પણ ચાની કીટલી ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરાવતી નથી. ત્યારે અમદાવાદનાં ભગવાન જગન્નાથજીનાં મોસાળ સરસપુરમાં આવેલી આ એક માત્ર મહાવીર રેસ્ટોરેન્ટમાં સનાતન ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન ચાની ચુસ્કી સાથે મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news