VIDEO ખાખી વર્દીની 'ગાંધીગીરી': વલસાડ RTO ઈન્સ્પેક્ટર ઉપવાસ આંદોલન પર ઉતર્યા

પ્રમોશન અને પગારના અન્યાય સામે વલસાડના આરટીઓ ઈન્સ્પેક્ટર એચ.એલ.પારેખ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે.

 VIDEO ખાખી વર્દીની 'ગાંધીગીરી': વલસાડ RTO ઈન્સ્પેક્ટર ઉપવાસ આંદોલન પર ઉતર્યા

વલસાડ: આમ તો આપણે ખાખી યુનિફોર્મની દબંગાઈ જ જોઈ હોય છે. પરંતુ અહીં એક એવા ખાખી યુનિફોર્મધારી ઈન્સ્પેક્ટરની વાત કરીએ જેઓ ગાંધીગીરી પર ઉતર્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડના એક અધિકારી ઉપવાસ પર ઉતર્યા છે. પગાર અને પ્રમોશન મામલે તેઓ આરટીઓ કચેરી બહાર તંબુ તાણીને ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે. 

પ્રમોશન અને પગારના અન્યાય સામે વલસાડના આરટીઓ ઈન્સ્પેક્ટર એચ.એલ.પારેખ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. અધિકારીની સમસ્યા અટકેલો પગાર અને વર્ષોથી કોઈ પ્રમોશન મળ્યું નથી તે છે. તેઓ છેલ્લા 35 વર્ષથી એક જ વિભાગમાં ફરજ બજાવી રહ્યાં છે. આટલા વર્ષોમાં તેમને માત્ર એક જ વાર પ્રમોશન મળ્યું છે. અધિકારીનો દાવો છે કે વર્ષ 2014માં ઉપરી અધિકારીની કિન્નાખોરીના કારણે તેમનુ પ્રમોશન અટકી ગયુ હતું. આ મુદ્દે અનેક રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. 

અનેક રજુઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે અધિકારી પોતાના અધિકાર માટે ગાંધીગીરીના માર્ગે ઉપવાસ આંદોલન પર બેઠા છે. અધિકારીનું કહેવું છે કે ઉપલા અધિકારીઓની ગેરવ્યાજબી માંગણીઓ નહીં સંતોષવાના કારણે કદાચ તેમની સાથે આવો વ્યવહાર કરાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news