સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમિયોપેથી કોલેજમાં પૈસા ફેંકો તબીબ બનો, રેકેટનો પર્દાફાશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન હોમિયોપેથી કોલેજોમાં ખોટી રીતે તબીબ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત બહારની યુનિવર્સિટીની ખોટી માર્કશીટ રજૂ કરી ખોટી રીકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથોસાથ આ રેકેટમાં વિદ્યાર્થીઓ પાસેથી 3.5 લાખથી 7 લાખ રૂપિયા પડાવાતા હોવાનો પણ ખુલાસો થયો છે. અહીં નોંધનિય છે કે અંગે હોમિયોપેથી કોલેજના ફેકલ્ટી ડીન ડો.ભરત વેકરિયાએ કુલપતિને રજૂઆત કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમિયોપેથી કોલેજમાં પૈસા ફેંકો તબીબ બનો, રેકેટનો પર્દાફાશ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન હોમિયોપેથી કોલેજોમાં ખોટી રીતે તબીબ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત બહારની યુનિવર્સિટીની ખોટી માર્કશીટ રજૂ કરી ખોટી રીકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથોસાથ આ રેકેટમાં વિદ્યાર્થીઓ પાસેથી 3.5 લાખથી 7 લાખ રૂપિયા પડાવાતા હોવાનો પણ ખુલાસો થયો છે. અહીં નોંધનિય છે કે અંગે હોમિયોપેથી કોલેજના ફેકલ્ટી ડીન ડો.ભરત વેકરિયાએ કુલપતિને રજૂઆત કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમિયોપેથી કોલેજમાં ચાલી રહેલા કૌભાંડથી ચકચાર મચી જવા પામી છે. યુનિવર્સિટી દ્વારા આ અંગે પ્રાથમિક રીતે કરાયેલી તપાસમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગે સોમવારે સવારે પત્રકારોને વિગત આપતાં તપાસ કમિટીના નેહલ શુકલ જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે 41 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે. આ અંગે અન્ય યુનિવર્સિટીના વીસીને પણ જાણ કરવામાં આવશે. અન્ય કોલેજોમાં કડક સંદેશો જાય એટલા માટે આકરા પગલાં ભરવામાં આવશે. 

વધુમાં એમણે કહ્યું કે, કરાયેલી તપાસમાં વિદ્યાર્થીઓ પોતે અજાણ હોવાનું કહી રહ્યા છે. પરંતુ કુલ 41 જેટલા વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે. જેમાં ડાંગર કોલેજના 10 જેટલા વિદ્યાર્થી છે. અમિત જોશી અને ડો.કાદરીની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે. પરીક્ષા વિભાગના કર્મચારીઓની સંડોવણી સામે નથી આવી પરંતુ અમિત જોશીએ પોતાના નિવેદનમાં ડો.કાદરીનું નામ આપ્યું છે. આ અંગે વધુ તપાસ કરાશે અને આ ગુનામાં 467 અંતર્ગત 10 વર્ષની કેદ સુધીની સજા થઇ શકે છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તપાસ કમિટીએ શુ્ કહ્યું?

પરીક્ષા વિભાગના કર્મચારીઓની સંડોવણી નથી
અમિત જોશીની સાથે ડો.કાદરીની ભૂમિકા શંકાસ્પદ
પ્રથમ વખત 41 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા
વિદ્યાર્થીઓ પોતે આ પ્રકરણથી અજાણ હોવાનું કહી રહ્યા છે.
467 મુજબ 10 વર્ષની કેદ થઇ શકે
બહારના વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સર્ટીફિકેટ અપાય છે.
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાઇ પ્રેસ કોન્ફરન્સ
અમિત જોશીએ પોતાના નિવેદનમાં ડો.કાદરીનું નામ આપ્યું
ડો.કાદરી માર્કશીટ આપતા હોવાનું ખુલ્યું
વિદ્યાર્થીઓ સામે પગલાં લેવા માટે પણ વિચારણા થઇ રહી છે.
કડક સંદેશ આપવા માટે પગલાં લેવામાં આવ્યા 
અન્ય યુનિવર્સિટીના વીસીને પણ આ અંગે જાણ કરાશે
ડાંગર કોલેજના 10 જેટલા વિદ્યાર્થીઓ સામે આવ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news