પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા, માસિક ધર્મમાં અયોગ્ય ટિપ્પણી કરતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવાદો શાંત થવાનું નામ નથી લઇ રહ્યા. ખાસ કરીને પ્રોફેસર્સની લંપટલીલાઓ જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ યુનિવર્સિટી બદનામ થતી જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીના એમપીડી ભવનમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યા કરતી હતી.

પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા, માસિક ધર્મમાં અયોગ્ય ટિપ્પણી કરતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવાદો શાંત થવાનું નામ નથી લઇ રહ્યા. ખાસ કરીને પ્રોફેસર્સની લંપટલીલાઓ જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ યુનિવર્સિટી બદનામ થતી જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીના એમપીડી ભવનમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યા કરતી હતી.

આ યુવતી થોડા દિવસો અગાઉ યુનિવર્સિટીના કુલપિને ઇમેલ દ્વારા પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણી કરતા હોવાની જાણ કરી હતી અને જેના આધારે હવે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેમાં પ્રોફેસર વિક્રમણ વકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા ગોલ્ડ મેડલની લાલચ આફીને વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં 2013 એમપીડીનો અભ્યાસ કરે છે. તે સમયે તેમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે પ્રોફેસર વિક્રમ વકાણી હતા. 

ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, જ્યારે ગ્રાઉન્ડથી પ્રેક્ટિસ હોય ત્યારે પ્રોફેસર વિક્રમ દ્વારા અસહ્ય પીડા થાય ત્યા સુધી પ્રેક્ટિસ કરાવતા હતા. પ્રોફેસર ક્લાસમાં અભ્યાસ કરવાને બદલે વધારે પડતું ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા. સ્કોલરશીપ આપવા અથવા તો અન્ય કામના બહાને અવાર નવાર બોલવાનો પ્રયત્ન કરતા હતા. અભ્યાસના કામ માટે જ્યારે પ્રોફેસર પાસે જવાનું હોય ત્યારે તેઓ હંમેશા તેની સામે કામુક નજરથી જોતા હતા. જો તે તાબે ન થાય તો શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news